તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:ચીસ સાંભળી મજૂરોએ સગીરાને નરાધમની ચુંગલમાંથી બચાવી

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સચીનમાં લઘુશંકા કરવા જતા નરાધમ ઉંચકી ગયો

સચીનમાં મજૂરોની સમય સૂચકતાને કારણે તરૂણી પર રેપ થતા અટક્યો સાથે તેનો જીવ પણ બચ્યો છે. મજૂરોએ હવસખોરની બરાબરની ઘોલાઈ કરી સચીન પોલીસને હવાલે કરી દીધો હતો. તરુણીની માતાએ સચીન પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે નરાધમ દિપ બિંદેસરીસીંગ ભુઇયાર(35)(સ્લમ બોર્ડ,સચીન,મૂળ રહે. બિહાર)ની સામે છેડતી અને પોક્સો હેઠળ ધરપકડ કરી છે. આરોપી મજૂરીકામ કરે અને અપરિણીત હોય એકલો રહે છે.

પોલીસે જણાવ્યું કે, 12 વર્ષની સગીરા માતાને ટીફીન આપવા 8મી તારીખે બપોરે નીકળી હતી. ટિફિન આપી ઘરે પરત આવતા સગીરા રસ્તામાં લઘુશંકા કરવા ખાલી પ્લોટમાં ગઈ હતી. દરમિયાન ત્યાં ઊભેલા હવસખોરની સગીરા પર દાનત બગડી હતી. સગીરાને પકડી અંદર લઈ ગયો હતો. સગીરાને નરાધમે માર માર્યો હતો.

સગીરાની ચીસો સાંભળી નજીકમાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા. સગીરા પર રેપની કોશિશ કરતા નરાધમને મજૂરોએ પકડીને બરાબરનો મેથીપાક આપ્યો હતો. મજૂરોને કારણે સગીરાનો જીવ બચ્યો અને બળાત્કારની જેવી ગંભીર ઘટના પણ બનતા અટકી હતી. સચીન પોલીસે નરાધમ દીપ ભૂઈયારની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો