વેબિનાર:વજન ઘટાડવા માટે ડિટોક્સ ડાયટને બદલે હેલ્ધી ડાયટ અપનાવવું જોઈએ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્માર્ટmamaz દ્વારા ડિટોક્સ ડાયટ અને વેઇટ લોસ વિષય પર યોજાયો વેબિનાર

લોકો ડિટોક્સ ડાયટને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ માને છે. પરંતુ તે વજન ઘટાડવા માટેનો એક શોર્ટકટ રસ્તો છે. આ રીતે વજન ઘટાડવામાં આવે તો મસલ્સ માસ પણ ઘટી શકે છે. જે શરીર માટે હેલ્ધી નથી. ઘણી વાર ડિટોક્સ ડાયેટથી વજન તો ઘટે છે પણ તે કામચલાઉ હોય છે. ડિટોક્સ ડાયટ બંધ કર્યા બાદ વજન પાછું ઘટી જાય છે. વજન ઉતારવા માટે હેલ્ધી ડાયેટ, વર્કઆઉટ અને પાણી પીવું જોઈએ. સ્માર્ટmamaz દ્વારા ડિટોક્સ ડાયટ અને વેઇટ લોસ વિષય પર વેબિનાર યોજાયો હતો. જેમાં ડાયેટિશિયન સૃષ્ટિ બોથરાએ આ વાત કહી હતી.

શું ફરક છે ડિટોક્સ અને હેલ્ધી ડાયેટમાં
ડિટોક્સ ડાયટમાં ડેરી, ઓઈલ, નોન વેજ અને અનાજની પ્રોડક્ટ ટાળવાની હોય છે. જ્યારે હેલ્ધી ડાયટમાં ડેરી, રેગ્યુલર ફુડ, નોન વેજ બધી વસ્તુ લઈ શકાય છે માત્ર સુગર અને મેંદાની વસ્તુ ટાળવાની હોય છે. ડિટોક્સ ડાયેટથી બોડીમાં કેલેરી, કાર્બોહાઈડ્રેડની કમી આવી શકે છે. પણ હેલ્ધી ડાયેટથી વર્ષમાં બેથી ત્રણ વાર માટે જ યોગ્ય છે. જ્યારે હેલ્ધી ડાયટ જિંદગીભર કરી શકાય છે.

શરીરમાંથી ટોક્સિક દુર કરવા આટલું કરો

  • સ્મોકિંગથી દુર રહેવું જોઈએ અને સ્મોકર્સથી દુર રહો
  • દિવસમાં 3 કે 3.5 લિટર જ પાણી પીવો તેનાથી વધારે પીવાથી લીવર પર લોડ પડશે
  • આલ્કોહોલથી લીવરને ઓવરલોડ ન કરો. આલ્કોહોલ ન પીવો.
  • વર્કઆઉટ રેગ્યુલર કરો એટલે પસીનાથી ટોક્સિક દુર થશે
  • પ્રદુષણ વાળા વિસ્તારમાં જવાનું થાય તો માસ્ક પહેરો
  • સ્કિન નિયમીત રીતે ક્લિન રાખોશરીરમાંથી ટોક્સિક દુર કરવા આટલું કરો
અન્ય સમાચારો પણ છે...