તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વેક્સિનના આગમન વચ્ચે હેલ્થ કર્મીઓની હડતાળથી કામ ઠપ્પ, RT-PCR, એન્ટિજન અને કોવિડ સરવે સદંતર બંધ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રેડ પે ના મુદ્દે ચાલી રહેલી લડતની માઠી અસર પ્રજા પર

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય ખાતાના વિવિધ 7 કેડરના કર્મચારીઓ ગ્રેડ પેના મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલા હોવાથી સતત બીજા દિવસે પણ કોરોનાને લગતી હોમ કોરોન્ટાઈન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, કલસ્ટર, સમરસ હોસ્ટેલ, મમતા દિવસ અને બર્ડફ્લુ સહિતની કામગીરી અટવાઈ હતી, આ સિવાય કંટ્રોલ રૂમ પણ બંધ રહ્યો હતો.

આ હડતાળમાં ફાર્માસીસ્ટ પણ સામેલ હોવાથી વેક્સિનની ફાળવણીની કામગીરી પણ ખોરવાશે એવું જણાઈ રહ્યું છે. સુરત જિ.પંચાયતના ત્રીજા વર્ગના ક્ષેત્રિય કર્મચારી મંડળના પ્રમુખ અશ્વિન પટેલ અને મહામંત્રી પ્રવિણ પટેલે જણાવ્યું કે, સુરતના 422 ગામમાં કોવિડને લગતી તમામ કામગીરીઓ તો અટકી છે પણ સાથે બાળ આરોગ્ય, સગર્ભા માતા, ધાત્રી માતાઓની સેવા, રસીકરણ, ટેકોને એન્ટ્રીની કામગીરી ખોરવાઈ છે. લેબ. ટેક્નિશ્યન ન હોવાથી આરટીપીસીઆર અને એન્ટિજન ટેસ્ટના નમૂના લઈ નિદાન કામગીરી સદંતર બંધ હતી, ફાર્માસીસ્ટના કારણે દવા વિતરણની કામગીરી મેડિકલ ઓફિસરોએ કરવી પડી હતી. હવે વેક્સિનની ફાળવણીની કામગીરી પણ ખોરવાશે, કોવિડ-19, મલેરિયા, ટીબી, ડેન્ગ્યુ, લેપ્રસીના સરવે પણ બંધ રહ્યા હતા.

ડે.CM નીતિન પટેલના ટ્વીટર પર કર્મચારીઓનો મારો
ડે.સીએમ નીતિન પટેલે આરોગ્ય કર્મચારીઓ માટે વાંધાજનક શબ્દ ઉચ્ચારતા કર્મચારીઓ આક્રોશમાં આવ્યા છે. સુરત મંડળના મુખ્ય કન્વીનર બકુલ પટેલે જણાવ્યું કે, આજે એક જ દિવસમાં નીતિન પટેલને ટ્વીટર પર 15 હજાર ટ્વીટ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરાયા છે. બે વાર છેતર્યા છે હવે ઠરાવ નહીં તો સમાધાન નહીં અને નીતીન પટેલે ઉચ્ચારેલા શબ્દ મુદ્દે પણ હેસટેગ કરીને ટ્વીટનો મારો ચલાવવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser