તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઈરલ:સુરતમાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થવાના મેસેજને અફવા ગણાવી આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી

સુરત5 મહિનો પહેલા
લોકડાઉનના મેસેજ વાઈરલ થતાં કુમાર કાનાણીએ અફવા ફેલાવનારા સામે સ્પષ્ટતા કરી હતી. - Divya Bhaskar
લોકડાઉનના મેસેજ વાઈરલ થતાં કુમાર કાનાણીએ અફવા ફેલાવનારા સામે સ્પષ્ટતા કરી હતી.
  • ગુજરાતમાં સ્થિતિ કન્ટ્રોલમાં હોવાનું કહી કાનાણીએ લોકડાઉનને રદ્દીયો આપ્યો

દિવાળીના તહેવારમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કર્યું હોય ફરીથી લોકડાઉન થવાનું છે તેવા મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના નામે એક મેસેજ વાઈરલ થાય છે. જેમાં દરેક સોસાયટીના પ્રમુખ, આગેવાન અને ચેરમેન તથા સેક્રેટરીને લોકડાઉનનો સંદેશો આપવામાં આવ્યો હોય છે. જો કે આ મેસેજ એકદમ અફવા ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું કુમાર કાનાણીએ વીડિયોમાં કહ્યું છે. કુમારભાઈએ વીડિયો મારફતે મેસેજનું ખંડન કરતાં કહ્યું કે, મને બદનામ કરવા અને સરકારની કામગીરી પણ નીચે દેખાડવા પ્રકારની હીન હરકત કોઈએ કરી છે. જો કે, હાલ રાજ્યમાં કોરોના કાબૂમાં છે તેમ જ લોકડાઉનની કોઈ જ જરૂર નથી. ત્યારે આ પ્રકારના મેસેજથી દૂર રહેવા કુમારભાઈએ લોકોને અપીલ કરી છે.

વાઈરલ મેસેજનો રદ્દીયો આપ્યો
કુમારભાઈ કાનાણીએ કહ્યું કે, આજ રોજ સોશિયલ મીડિયામાં દરેક સોસાયટીમાં ફરી લોકડાઉન થાય તેવા મેસેજો વાઈરલ કરવામાં આવ્યાં છે. જે તદન ખોટા છે.જેમને નકારી કાઢતાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર)એ કહ્યું કે,હજુ કેસમાં કોઈ વધારો થયો નથી ત્યારે લોકોએ સાવધાની રાખવી જરૂરી છે પરંતુ આ પ્રકારના લોકડાઉનની કોઈ સ્થિતિ નથી. જેથી અફવાથી દૂર રહેવું અને ખોટા ભયમાં પડવું નથી.

આ મેસેજ વાઈરલ થયો હતો
તમામ સોસાયટી ના પ્રમુખશ્રી/આગેવાનો/ચેરમેનશ્રી/સેક્રેટરી માટે સરકારશ્રી નો સંદેશ
તમામ સોસાયટીઓના ચેરમેન/સેક્રેટરી શ્રી ને વિનમ્ર અપીલ કે સ્વૈચ્છિક રીતે પોતાની સોસાયટીને લોકડાઉન કરે તથા સરકારી આદેશોનું પાલન કરાવે ! , બહાર થી આવતા કોઇપણ તમારા સગાસંબંધી , મિત્રો ને તમારા ઘરે આવવાની સ્પષ્ટ ના પાડો , કોઇ વિદેશ થી સોસાયટી મા આવેલ હોય તો તેની જાણ પણ સરકાર શ્રી ને કરો, કોરોના કેટલો ગંભીર છે ધ્યાન રાખશો, સરકારી અધઁસરકારી સ્કુલો , જીમ ને ખાલી કરીને હોસ્પીટલ મા ફેરવવા ના આદેશ નીકળી ચુક્યા છે, એટલે સોસાયટી મા ક્રિકેટ રમતા , રાત્રે ગંજીપતે અથવા ગેમ રમતા,રાત્રી વોકીંગ કરતા કે પાડોશી ને ત્યાં મીટીંગો કરીને બેસતા લોકો ને સમજાવો અને ઘર મા જ પુરાઇ રહેવા સમજાવો, જો સોસાયટી ના આગેવાનો અને પ્રમુખશ્રીઑ કડક પગલાં લેશે તો સો ટકા પરિસ્થિતિ પર કાબુ લાવી શકશે, ક્યાંક એવું ના બને કે આગામી સમય માં તમારા જ પાડોશી કે સોસાયટી માં શંકાસ્પદ કેસ આવે અને મોડું થય જાય તો પ્રમુખ તરીકે આપને મળેલા હક અને ફરજો ધ્યાનમાં રાખીને સોસાયટી પાસે અમલ કરાવી આપની દેશ પ્રત્યેની ફરજ અદા કરવા નો આજ યોગ્ય સમય છે.લાખો ની વસ્તી ધરાવતા શહેરો માં આપની શેરીઓ સુધી ફરજ પરના અધિકારીઓ ને આવવું પડે એ આપડા માટે શરમ જનક બાબત હોય, તો જો ૫૬ ની છાતીવાળો આપણો વડાપ્રધાન જો ઘર મા રહેવાની સલાહ આપતા હોય તો સમજો કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે, સોસાયટી ના ચેરમેન/ સેક્રેટરી એલટઁ થઇને યોગ્ય પગલા લેશો.... આભાર.... લી.. આપનો સહદયી કિશોર કાનાણી (કુમાર) આરોગ્ય મંત્રી ગુજરાત સરકાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો