ફૂડ વિભાગ એક્શનમાં:સુરતમાં તહેવાર ટાણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ, 13 ટીમોએ 24 દુકાનોમાંથી મીઠાઈના નમુના લીધા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમુના લઈને સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી. - Divya Bhaskar
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમુના લઈને સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી.
  • મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ શાખા દ્વારા કામગીરી હાથ ધરાઈ

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ આગમી સમયમાં રક્ષા બંધનનો પર્વ પણ આવી રહ્યો છે જેને લઈને સુરત શહેરમાં મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આરોગય વિભાગ દ્વારા શહેરમાં 13જેટલી ટીમ બનાવી તપાસ શરુ કરવામાં આવી છે તેમજ 24 જેટલી સંસ્થાઓમાંથી નમુના લેવામાં આવ્યા હતા

માવાના નમુના લેવાયા
આગામી સમયમાં આવી રહેલા રક્ષા બંધન પર્વને લઈને મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સુરત શહેરની અંદર દરેક ઝોનમાં 13 જેટલી ટીમ બનાવી વહેલી સવારથી જ તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 24 જેટલી મીઠાઈ વિક્રેતાઓની સંસ્થાઓમાંથી માવાના નમુના લેવામાં આવ્યા હતા.

અલગ અલગ ઝોનમાં તપાસ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમુના લઈને સ્થળ પર જ તપાસ પણ કરવામાં આવી હતી. તેમજ કોઈ જગ્યાએ બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ ઈન્સ્પેક્ટર હેમન ગોહિલે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે રક્ષા બંધન પર્વમાં લોકો મોટી સંખ્યામાં મીઠાઈની ખરીદી કરતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ આ રીતે નમુના લઇ તપાસ કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...