કોરોના ઇફેક્ટ:બે લાખ જૈનો માટે હેલ્થ કાર્ડ યોજના, જૈન ડોક્ટર ફેડરેશન સુરત દ્વારા 30 ટકા રાહત સાથે અનોખી હેલ્થ સેવા શરૂ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈન ડોક્ટર ફેડરેશન સુરત દ્વારા જૈન સમાજ માટે અનોખી હેલ્થ કાર્ડ યોજના શરૂ કરાઈ છે. શહેરના આશરે બે લાખ જૈન લોકોને આ હેલ્થ કાર્ડ યોજના દ્વારા તબીબી સહાયમાં સીધો ફાયદો થશે. હાલમાં આ સેવા ફક્ત ઓપીડીના દર્દીઓને અપાશે. જેમાં ડોક્ટરનું કન્સલ્ટિંગ, એક્સ-રે, લૅબ, સોનોગ્રાફી જેવી સેવાઓ 20થી 30 ટકા ડિસ્કાઉન્ટ સાથે મળશે.

જૈન ડોક્ટર્સ ફેડરેશન સુરતએ સેવા સંગઠન અને સદ્ભાવનાના સિદ્ધાંતો પર 1999થી કાર્યરત છે. છેલ્લા ચાર વર્ષથી કાર્યરત પ્રમુખ ડૉ. વિનેશ શાહે જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ સંઘર્ષ હોય છે. નોકરી ધંધા ક્ષેત્રે નવા પડકારો મનુષ્ય માટે હોય છે. જેથી આર્થિક સંઘર્ષ દરેક માનવીના જીવનમાં આવતો હોય છે અને તેમાં પણ અણધાર્યો મેડિકલ ખર્ચ ત્યારે આવે ત્યારે વ્યક્તિ ભાંગી પડતો હોય છે.

આવા સંજોગોમાં તેના ખર્ચમાં રાહત થાય તો એની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થતી હોય છે. એવુ માનવામાં આ‌વે છે કે જૈન વ્યક્તિ ખૂબ જ સમૃદ્ધ હોય છે પરંતુ એવું નથી હોતુ,એમાં પણ ઘણા લોકો આર્થિક સંઘર્ષ કરતા હોય છે પરંતુ કોઈના પાસે હાથ લંબાવવો નથી ગમતો. આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને અમે મોબાઇલ એપ દ્વારા સમાજના દરેક સભ્યોનો ઈ-હેલ્થ કાર્ડ બનાવવાની યોજના બનાવી છે જેથી સમાજમાં આર્થિક અસમાનતા દૂર થાય અને જરૂરિયાતમંદ નિસંકોચ પણે અમારી સેવાનો લાભ લઇ શકે છે. જેડીએફ સુરત મોબાઇલ એપ ડાઉનલોડ કરી ઈ-હેલ્થ કાર્ડ બનાવી શકાય છે.

જૈન હેલ્થ કાર્ડમાં ઉપયોગ અને ફાયદા
જૈન હેલ્થ કાર્ડની એપ ડાઉનલોડ કર્યાબાદ ઈ-હેલ્થ કાર્ડ માટે એપમાં જ રજીસ્ટર કર્યા બાદ જે તે જૈન સમાજના પ્રમુખ મંજૂર કરતાં જ ઇ-હેલ્થ કાર્ડ બની જશે. તે માટે સમાજના કોઈપણ સભ્યએ કોઈનો પણ સંપર્ક કરવો નહીં પડે. ઇ-હેલ્થ કાર્ડ બન્યા બાદ જ્યારે પણ વ્યક્તિને મેડિકલ સારવારની જરૂરિયાત ઊભી થાય ત્યારે એપમાંથી જ તેને ઈ-હેલ્થ કૂપન મળી જશે. હાલમાં સેવા ફક્ત ઓપીડી જેવીકે કન્સલ્ટિંગ, એક્સ-રે, લૅબ , સોનોગ્રાફી વિ. જેવી સેવાઓમાં મળશે જેમાં ૨૦ થી ૩૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ દર્દીને માત્ર ઈ-હેલ્થ કાર્ડ બતાવવા થી મળી શકશે.

જૈન ડોક્ટર ફેડરેશનની અન્ય સેવાઓ

  • સુરતના જૈન સમાજના બધા જ પંથોના સાધુ-સાધ્વી ભગવંતોને ત્વરિત મેડીકલ સહાય મળી રહે તે હેતુથી સુરતના 47 સંઘોના આશરે 250 ઉપાશ્રયમાં એક તબીબ તથા એકશન કમિટીની નિમણૂક.
  • અત્યાધુનિક ફિઝિયોથેરાપીના મશીન જેવા કે ઇન્ફ્રારેડ અલ્ટ્રાસાઉન્ડ વિ. થી ગુરુ ભગવંતોને ઉપાશ્રયમાં જ ફિઝિયોથેરાપી સારવાર
  • અડાજણ કોમ્યુનિટી હોલ ખાતે સંપ્રતિ આઈસોલેશન સેન્ટર ખાતે સુરતના તબીબોની સ્કૂલ અવિરત કોરોનાને દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
  • લોકડાઉનમાં 1000 કુટુંબને ઘરબેઠાં દવા વિતરણ કરવામાં આવ્યું.
અન્ય સમાચારો પણ છે...