તપાસ:સુરતમાં મીઠાઈ પર ફરજિયાત એક્સપાયરી ડેટ લખવાની સૂચના બાદ આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા મીઠાઈની દુકાનો પર તપાસ

સુરતએક વર્ષ પહેલા
મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખી હોવાનું પાલિકાની તપાસમાં મળી આવી હતી. - Divya Bhaskar
મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખી હોવાનું પાલિકાની તપાસમાં મળી આવી હતી.
  • ડિસ્પ્લેમાં રાખવામાં આવેલી મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખેલી છે કે નહીં એની તપાસ

રાજ્ય સરકારના આદેશ અને ફૂડ વિભાગના નિયમોનુસાર મીઠાઈ પર એક્સપાયરી ડેટ ફરજિયાત કરવામાં આવી છે, જેને લઈ રાજ્ય સરકાર અને ફૂડ વિભાગના નિયમોનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે કે એ અંગેની તપાસ હાલ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સુરતના અલગ અલગ ઝોનમાં આવેલી મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઘોડ દોડ રોડ વિસ્તારમાં આવેલા મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજ રોજ ઘોડ દોડ રોડ વિસ્તારમાં આવેલી મીઠાઈ વિક્રેતાઓના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મીઠાઈ પર ફરજિયાત એક્સપાયરી ડેટ લખવા માટેની સૂચના આપવામાં આવી છે, જેને કારણે સુરતના મીઠાઈ વિક્રેતાઓના ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. મીઠાઈ વિક્રેતાઓના ત્યાં ડિસ્પ્લેમાં રાખવામાં આવેલી અલગ અલગ તમામ મીઠાઈ તેમજ બોક્સ પેકિંગ પર તારીખ ડિસ્પ્લે થઈ શકે એ રીતની સૂચના પાલિકા દ્વારા આપવામાં આવી છે.

ફૂડ વિભાગની ગાઈડલાઇન્સને લઈ વેપારીઓ અસમંજસની સ્થિતિમાં
આજ રોજ ઘોડ દોડ રોડ ખાતે આવેલા મીઠાઈ વિક્રેતાના ત્યાં પાલિકાના આરોગ્ય એન્ડ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. દરમિયાન દુકાનમાં તમામ મીઠાઈ પર એક્સપાયરી ડેટ લખી હોવાનું પાલિકાની તપાસમાં મળી આવી હતી. જોકે ફૂડ વિભાગની ગાઈડલાઇન્સને લઈ વેપારીઓ અસમંજસની સ્થિતિમાં છે. વેપારીઓનું કહેવું છે કે મીઠાઈ પર એક્સપાયરી ડેટ મારવી મુશ્કેલ છે. જે અંગે આગામી દિવસોમાં ફૂડ વિભાગ સાથે મળનારી મીટિંગમાં પણ આ અંગેની રજૂઆત અધિકારીઓ સમક્ષ કરવામાં આવશે.