છેતરપિંડી:વેપારીના નામે લોન લઇને 1.63 લાખની ઠગાઇ કરી, ખોટી ઓળખ આપી લોન મેળવી હતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બજાજ ફાઇનાન્સના કસ્ટમર કેરથી બોલતો હોવાનું જણાવી ખોટી ઓળખ આપીને અનાજના જથ્થાબંધ વેપારીના નામે લોન મેળવી ઠગ ટોળકીએ ઓનલાઇન શોપિંગ કરી 1.63 લાખની ચીટીંગ કરી છે. આ અંગે અડાજણના વેપારી ધર્મેશ ઠક્કરે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

વધુમાં વેપારીએ ફરિયાદમાં જણાવ્યું કે ઠગ ટોળકીએ બજાજ ફાઇનાન્સના કસ્ટમર કેરમાંથી વાત કરૂ છું એમ કહીને રિફંડ આપવાના નામે વાત કરી 11,749 રૂપિયા ઉપરાંત વેપારીને લોન લીધી ન હોવા છતાં બજાજ ફાઈનાન્સમાંથી 80090 અને 72090ની લોન મેળવી તે લોનની રકમથી ઓનલાઇન શોપિંગ કરી ચીટીંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...