તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભેસ્તાનની યુવતીને લગ્ન કરી કેનેડાની લાલચ આપી સંબંધ બનાવી તરછોડી

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી પાસે પાંડેસરામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી છે
  • યુવતીએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

પાંડેસરામાં એક પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનારે ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને લગ્ન કરીને કેનેડા લઇ જઇ ત્યાં જ સ્થાયી થવાના ઊંચા ઊંચા સપના બતાવી શારિરીક સંબંધ બાંધી તરછોડી દેવાનો આંખ ઉઘાડનારો કિસ્સો સામે આ‌વ્યો છે. ભોગ બનનાનર પીડિતાએ આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ભેસ્તાન શ્રમ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીનો પાંડેસરામાં ભાડાની જગ્યામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવતા મૂળ બનાસકાંઠા (છાપી પાસેના માહી ગામ)ના અને હાલ ભેસ્તાનની મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા મહેશ હીરા ચૌધરી સાથે વર્ષ 2019માં પરિચય થયો હતો. યુવતી પોતે એક હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપી મહેશ ચૌધરીની ત્યાં અવર જવર વધતા બંને એકબીજા ગાઢ સંપર્કમાં આવ્યા હતા.

મહેશે યુવતીને લગ્નની લાલચ આપી કેનેડામાં સ્થાયી થઇ ત્યાં જ હોટલ ચાલુ કરવાના સપના બતાવી શારિરીક સંબંધ બાંધ્યા હતા. 20મીમેના દિવસે મહેશે તેેના પિતા બીમાર હોવાનું કહીને બનાસકાંઠા ગયો હતો ત્યાર બાદ ત્યાંથી પરત ફર્યો ન હતો અને તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો.યુવતીએ મહેશ ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હોટલ મેનેજર યુવતી સાથે લગ્ન કર્યાની શંકા
આરોપી મહેશ ચૌધરીના એક હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે પણ ગાઢ સંબંધો હતા. મહેશ ચૌધરીનો ભોગ બનનાર યુવતીએ આરોપીએ હોટલમાં મેનેજર તરીકે કામ કરતી યુવતી સાથે લગ્ન કર્યાની આશંકા વ્યકત કરી છે.

અન્ય સમાચારો પણ છે...