સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણીએ આપઘાત કરવાના અડધી કલાક પહેલા વતન ભાવનગર ખાતે રહેતા પિતાને ફોન કર્યો હતો. જેમાં તેણીએ કહેલું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. હું તમને હવે મોઢું નહી બતાવું. ત્યારબાદ આ પગલું ભરી લીધું હતું. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો.
ઘરના હોલમાં જ ફાંસો ખાધો
સરથાણા યોગીચોક ખાતે આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતી પાયલબેન ધનંજય ધામેલિયા(ઉ.વ.આ.25)એ પોતાના ઘરના મુખ્ય હોલમાં પંખા સાથે કાપડ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના અગે જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમાર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અઢી વર્ષ અગાઉ લગ્ન થયેલા
બનાવ સંદર્ભે પરિણીતાના કાકા ભરતભાઈ ઘોરી સાથે વાત થતા તેમણે જણાવ્યું હતું કે, અઢી વર્ષ પહેલા જ પાયલના લગ્ન થયા હતા તેનો પતિ કાપડના કેમિકલ બનાવવાની કંપનીમાં કામ કરે છે. હાલમાંતેમને કોઈ સંતાન નથી. પાયલે ભાવનગરના ભંડારિયા ખાતે રહેતા પિતાને ફોન કરીને કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે હું તમને મોઢું નહી બતાવી શકું. આવી વાત કર્યાના અર્ધો કલાક બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતું. બનાવ સંદર્ભે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.