કામગીરી:રાંદેર ઈદગાહની જગ્યા વિવાદમાં ગેટકોના બાંધકામ પર HCનો સ્ટે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈદગાહ ટ્રસ્ટ- રાંદેર ખેડૂત સમાજે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી

રાંદેર-જહાંગીરાબાદ ખાતે આવેલી ઇદગાહની બાજુની જગ્યા પર ગેટકો કંપની દ્વારા કરાઈ રહેલાં બાંધકામ સામે હાઇકોર્ટે સ્ટે આપી સ્થિતિ જાળવી રાખવાનો હુકમ કર્યો છે. રાંદેર ઇદગાહ ટ્રસ્ટ અને રાંદેર ખેડૂત સમાજે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. આજુબાજુની સોસાસટીના રહિશોએ પણ અગાઉ બાંધકામનો વિરોધ કર્યો હતો અને ભાજપને વોટ નહીં આપવાના બેનર પણ લાગ્યા હતા. ખેડૂત સમાજ અને ઇદગાહ ટ્રસ્ટ તરફે એડવોકેટ અમિત ઠક્કરે દલીલો કરી હતી.

રાંદેર ઇદગાહને લગતી ખુલ્લી જગ્યામાંથી અંદાજે 4900 ચોરસ મીટર જગ્યા ગેટકો કું.ને 66 કે.વી. સબ સ્ટેશન માટે ફાળવવાના સરકારના નિર્ણય બાદ જહાંગીરાબાદની સોસા.ઓ અને ખેડૂત સમાજમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો. સરકારના આ નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ-પિટિશન કરાઈ હતી. પહેલી પિટિશનમાં કોર્ટે હુકમ સામે સ્ટે આપ્યો હતો જો કે, રેવન્યુ વિભાગ દ્વારા વાંધેદારોની રજૂઆતો ગ્રાહ્ય રખાઈ ન હતી. જેની સામે ફરીથી હાઇકોર્ટમાં રીટ પિટિશન કરાઈ હતી.

મોર્નિંગ વોક માટે જગ્યાનો ઉપયોગ
ઇદગાહને સંલગ્ન જમીન પર છેલ્લાં 500 વર્ષથી નમાઝ પઢવામાં આવે છે. હાઇકોર્ટમાં દલીલ કરાઈ હતી કે જગ્યાનો ઉપયોગ ગામલોકો તથા વક્ફ લાભાર્થીઓ દ્વારા વર્ષોથી થતો આવ્યો છે. બાંધકામ બાબતમાં વક્ફ એક્ટની જોવગાઈઓનું પાલન થયાનું પ્રથમ દર્શનીય રીતે જણાતું નથી. આજુબાજુની સોસાયટીઓના લોકો અહીં મોર્નિંગ વોક માટે આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...