તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:સ્ટેટ GSTએ સીઝ કરેલું વેપારીનું બેંક ખાતુ ખોલવા HCનો આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અધિકારીઓની મનમાની સામે હાઇકોર્ટની વેપારીને રાહત
  • દરોડા પાડી બેંક એકાઉન્ટ,ક્રેડિટ અને મિલકત સીઝ કરી હતી

સ્ટેટ જીએસટીની મનમાનીથી કંટાળી હાઇકોર્ટના દરવાજે પહોંચેલા શહેરના વેપારીઓને આખરે ન્યાય મળ્યો છે. ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા બાદ વેપારીના બેન્ક એકાઉન્ટ, ક્રેડિટ અને મિલકત સિઝ કરાઈ હતી. હાઇકોર્ટમાં કરાયેલી દલીલો બાદ કોર્ટે બેન્ક એકાઉન્ટ રિલિઝ કરવા આદેશ આપ્યો હતો. વેપારી તરફે દલીલ કરાઈ કે, જ્યારે ડિમાન્ડનો આખરી નિર્ણય આવ્યો ન હોય ત્યારે શા માટે બધુ બ્લોક કરાઈ છે. હાઇકોર્ટમાં સી.એ. મુકુંદ ચૌહાણ મારફત ગયેલાં આ કેસની વિગત મુજબ, સુરતના વેપારીને ત્યાં તપાસ બાદ 15 લાખના ટેક્સની લાયાબિલિટી કાઢી હતી.

જેની સામે પાછળથી વ્યાજ અને પેનલ્ટીની ગણતરી સાથે બાકી રકમનો આંકડો 17 લાખ પર પહોંચ્યો હતો. સી.એ. મુકુન્દ ચૌહાણે કહ્યું કે, હાઇકોર્ટમાં દલીલ કરાઈ કે વેપારી ધંધો કેવી રીતે કરે. ડિપાર્ટમેન્ટે જ્યારે મિલકત પર પ્રોવિઝનલ એટેચમેન્ટ કર્યું હોય ત્યારે બાકી નીકળતી રકમ તો સેઇફ થઈ જાય છે છતાં બેન્ક એટેચમેન્ટ કેમ કરે છે. આ કેસમાં 15 લાખની પ્રોપર્ટી છે અને બેન્ક એકાઉન્ટમાં પાંચ લાખ હતા. જીએસટી અધિકારી ડી.બામણિયાએ કેસ કર્યો હતો.

આ ચુકાદાથી અનેક વેપારીઓ હાઈકોર્ટમાં જઈ શકશે
આ કેસમાં 10 માસથી વેપારીનું એકાઉન્ટ સિઝ કરાયું હતું. સી.એ. મુકુંદ ચૌહાણે કહ્યું કે, વેપારીને ધંધો કરવામાં તકલીફ પડતી હતી. બેન્ક એકાઉન્ટ જ સિઝ હોય ધંધાકીય વ્યવહારો અટવાયા હતા. નોંધનીય છે કે હવે આ ચુકાદાથી જે વેપારીઓના બેન્ક એકાઉન્ટ અને પ્રોપર્ટી સિઝ કરાઈ છે તેઓ આ કેસના ગ્રાઉન્ડ પર હાઇકોર્ટ જઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...