હજીરાના વિકાસના પડદા પાછળની કહાની:હજીરાની જાયન્ટ કંપનીઓનો તો વિકાસ થયો પણ ગામનું અસ્તિત્વ જ સંકટમાં, 15% ગ્રામજનો હિજરત કરી ગયા

સુરત10 દિવસ પહેલાલેખક: પ્રજ્ઞેશ પારેખ
  • કૉપી લિંક
લીલાછમ હજીરા ગામમાં ઉદ્યોગોને પગલે ગામના અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. - Divya Bhaskar
લીલાછમ હજીરા ગામમાં ઉદ્યોગોને પગલે ગામના અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
  • ગ્રામજનોને ભીતિ છે કે 5 વર્ષમાં અહીં ગામ જેવું કઈ રહેશે જ નહીં
  • ગામ છોડીને જનારા લોકો શ્રમિકોને ઘર ભાડે આપી આવક રળી રહ્યા છે
  • ઉદ્યોગો કાયમી નોકરી નહીં આપતાં રોજગારીના અભાવે યુવાઓ દારૂ પણ વેચવા લાગ્યા, કેટલાક નશાના બંધાણી થયા

હજીરાની જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝોની ચકાચોંધ પાછળ ગામના ઘણાં પરિવારોના દુ:ખ-દર્દ છુપાયેલાં છે. પોતાની જગ્યા ઉદ્યોગોને આપનારા ગ્રામજનોની સ્થિતિ દારૂણ બની છે. 15 ટકા લોકો ગામ છોડી ગયાં છે તો ઇન્ડસ્ટ્રીઝમાંથી નિકળતાં વેસ્ટ કોલસી-ચૂના સહિતના ડસ્ટથી પ્રદૂષિત વાતાવરણથી કેન્સર, ચામડીના રોગના લોકો ભોગ બની રહ્યાની ફરિયાદ કરી રહ્યાં છે.

ઇન્ડસ્ટ્રીઝ માંથી નિકળતાં વેસ્ટ કોલસી-ચૂના, પથ્થરની કરચ સહિતના ડસ્ટથી પ્રદૂષિત વાતાવરણથી કેન્સર, ચામડીના રોગના લોકો ભોગ બની રહ્યાં હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.
ઇન્ડસ્ટ્રીઝ માંથી નિકળતાં વેસ્ટ કોલસી-ચૂના, પથ્થરની કરચ સહિતના ડસ્ટથી પ્રદૂષિત વાતાવરણથી કેન્સર, ચામડીના રોગના લોકો ભોગ બની રહ્યાં હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

હજીરાના ગ્રામજનોની પ્રદૂષણ સાથે બીજી મોટી સમસ્યા રોજગારીની પણ છે. નોકરી કોન્ટ્રાક્ટ પર હોય છુટી જતાં યુવાનો અવળા માર્ગે જાય છે ને બેરોજગાર બનતાં પરિવાર માટે ચિંતાનો વિષય બને છે. આમ જ સ્થિતિ રહી તો આગામી 5 થી 7 વર્ષમાં ગામને જાયન્ટ ઉદ્યોગો ગળી જશે તેવી ભીતિ છે. દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રામજનોની મુલાકાત લેતાં હકીકત સપાટી પર આવી છે પરંતુ ગંદા રાજકારણને પગલે ડરતાં લોકો પોતાની ઓળખ છૂપાવી રહ્યા છે.

કંપનીએ એક નાની શાળા બનાવી આપી પણ જાળવણીના અભાવે સ્કૂલ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
કંપનીએ એક નાની શાળા બનાવી આપી પણ જાળવણીના અભાવે સ્કૂલ ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.

પરપ્રાંતિયોની વસ્તી વધતા સ્થાનિકોનું સ્થળાંતર
હજીરામાં પ્રવેશતાં જ શરૂઆતમાં 5થી 7 કિમીના વિસ્તારમાં જાયન્ટ કંપનીઓએ પોતાનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે. 60 થી 70 ટકા જગ્યા પર વિવિધ ઇન્ડસ્ટ્રીઝોનું એમ્પાયર ઉભું છે. 2011 વસ્તી ગણતરી મુજબ ગામની વસ્તી 16,724 છે. 12840 પુરુષ સામે સ્ત્રી માંડ 3884 જ છે. આશ્ચર્યની બાબત એ છે કે, 5 હજાર મુળ વસ્તી રહી છે બાકીની વસ્તી પરપ્રાંતિયોની છેે. સ્થાનિક ગ્રામવાસીઓ માટે પોતાનું જ ગામ રહેવા લાયક ન રહેતાં અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પોતાનું ઘર ભાડે આપી એક રૂમ રસોડામાં ભાડે રહે છે.

ઉદ્યોગો જગ્યા ગળતાં ગયાં ને ગુંદરડી ફળિયુ નામશેષને આરે
ઉદ્યોગો જગ્યા ગળતાં ગયાં ને ગુંદરડી ફળિયુ નામશેષને આરે

ખેતીની જમીન ઇન્ડસ્ટ્રીઝોને આપી પાયમાલ થયા
દાયકા પહેલાં સંપાદનમાં જગ્યા ગુમાવનારાને નવી વસાહતમાં જગ્યા ફાળવતા ત્યાં 100 પરિવાર ત્યાં રહે છે પણ કાયમી નોકરી ન હોવાથી પાયમાલ થઈ ગયાં હોવાનું ગ્રામજનો જણાવે છે.

ઉદ્યોગો જગ્યા ગળતાં ગયાં ને ગુંદરડી ફળિયુ નામશેષને આરે
ગામનું ગુંદરડી ફળિયું નામશેષ થવા પર છે. આ ફળિયું શોધ્યું જડે નહીં કેમ કે મોટી ઇન્ડસ્ટ્રીઝોએ અજગરી ભરડો લેતા માંડ 5 થી 7 ઘર છુંટાછવાયા રહી ગયા છે.

સીએસઆર ફંડમાંથી ઉદ્યોગો ગામમાં મદદ કરે છે
તલાટી પિનાંક મોદી અને પંચાયત સભ્ય નિલેશ તડવીએ કહ્યું કે, ઉદ્યોગો સીએસઆર ફંડથી મદદ કરે છે. સીસી રોડ, ડ્રેનેજ-પાણી નેટવર્ક અને 108 સીસી કેમેરા લગાડી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...