વિરોધ:હજીરા રેલવે ટ્રેક વિવાદમાં હવે 11મીએ રેલી નીકળશે, સરકાર પાસે ગૌચર- ખારપાટની મોટી જમીન છે છતાં અમારી જમીન જ કેમ પડાવે? , ખેડૂતો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હજીરો- ગોથાણ વચ્ચે નવી રેલ્વે ટ્રેક માટે જમીન સંપાદન માટેના જાહેરનામા બાદ સંપાદનના વિરોધમાં ખેડૂતોએ આંદોલન શરૂ કરી દીધું છે. જેના ભાગરૂપે હજીરા જુનાગામ ખાતે ખેડૂતોની બેઠક મળી હતી. તારીખ 11મીએ યોજાનારી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હજીરા વિસ્તારની કંપની માટે હજીરાથી ગોથાણ વચ્ચે નવો રેલ્વે ટ્રેન બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે 14 જેટલા ગામોનું જમીન સંપાદન કરવા માટે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ આંદોલન છેડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓટલા બેઠક યોજવામાં આવી છે. જ્યારે સોમવારે હજીરા જુનાગામ (શિવરામપુરા) ખાતે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં જેમાં 11મી તારીખે યોજાનારી રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ ગામોમાં કંપનીના કારણે પીવા અને ખેતી માટે પણ ક્ષારવાળુ પાણી આવી રહ્યું છે.

આ વિસ્તારના ખેડૂતો ભાજી પાલો ઉગાડીની આજીવિકા રળી રહ્યા છે. ગૌચર અને ખારપાટની જમીન મોટી છે. છતાં ખેડૂતોની જમીનમાંથી રેલ્વે ટ્રેક પસાર કરવામાં આવી રહી છે. જે ખેડૂતો માટે હળાહળ અન્યાય સમાન છે. આ વિસ્તારના લોકોને પુરતી રોજગારી મળી રહી નથી ઉપરથી સરકાર ખોટી રીતે જમીન પણ સંપાદનમાં લઇ રહી છે. જે કદાપી સાખી નહીં લેવાય.

અન્ય સમાચારો પણ છે...