કામગીરી:ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના 6 કિમી લાંબા લિંક લાઇન ટ્રેકથી હજીરા ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટને કનેક્ટ કરાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જમીન સંપાદન પુર્ણ, DFC લાઇનથી ઇન્ડસ્ટ્રિયલ ટ્રાંસપોર્ટેશન ઝડપી બનશે

દેશની મોટી યોજનાઓમાંથી એક વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના વડોદરા-જેએનપીટી ફેઝ-2માં સચીન-વેતરણા સેક્શન પર 220 કિમી લાંબા ટ્રેકનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ સિવાય દાદરી દિલ્હીથી જેએનપીટી મુંબઇ સુધી તેની કુલ લંબાઇ 1483 કિમી છે. બધાં જ સેક્શન પર બાંધકામ શરૂ થઇ ચૂક્યું છે.

હવે ડીએફસી દ્વારા હજીરાના ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટને ડીએફસી લાઇનથી કનેક્ટ કરવાની યોજનાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગોથાણ ગામથી વરિયાવ સુધી 6 કિમીથી વધુની જગ્યાનું સંપાદન કરી લેવાયું છે. એલાઇન્મેન્ટની માર્કિંગ પર ચાલુ કરી દેવાઇ છે. ડીએફસી મેનેજમેન્ટે આ બાબતે જણાવ્યું કે હાલની સ્થિતિએ આ યોજના બિલકુલ પ્રાથમિક સ્તરે છે. હજીરા પાસે ડીએફસી યાર્ડ બનશે. જ્યાં ગુડ્ઝ ટ્રેનની કનેક્ટિવિટી હશે અને પ્રોડક્શન ટ્રાંસપોર્ટેશન માટે બુકિંગ લઇ શકશે.

અહિંયાથી કરાઇ રહ્યું છે માર્કિંગ
ગોથાણથી ભરથાણા-કોસાડ- વરિયાવમાં ડીએફસી દ્વારા 6 કિમીથી વધુ લંબાઇની લાઇન માટે જમીનનું સંપાદન કરી એલાઇન્મેન્ટ બનાવવા માર્કિંગ પણ શરૂ કરી દેવાયું છે. પશ્રિમી ફ્રેટ કોરિડોરના અધિકારીઓએ જણાવ્યું કે આ ફિડર લાઇનથી ઓળખાશે. દિલ્હીથી જેએનપીટી સુધીના પશ્રિમી ફ્રેટ કોરિડોરમાં હજીરાને સાંકળવા આ પહેલી લિંક લાઇન હશે.

હવે આ કરાશે, હજીરા પાસે ડીએફસી દ્વારા પાથરવામાં આવનારી લાઇન અને એક મોટું ગુડ્ઝ યાર્ડ તૈયાર કરવાથી પૂર્વે ડીએફસીસીઆઇએલ દ્વારા એક સર્વે કરવામાં આવશે. જેમાં એ બતાવવામાં આવશે કે હજીરા ઇન્ડસ્ટ્રીઝથી ડીએફસીને કેટલી લોડિંગ મળશે. ત્યાર બાદ આ યોજના આગળ વધશે. હાલમાં જમીન સંપાદન કરીને માર્કિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ઉધનામાં બની રહ્યું છે સૌથી મોટું ગુડ્ઝ યાર્ડ
નિયોલથી સરોલી નજીક વેડછા ગામમાં સૌથી મોટું ચાર કિમી લાંબો ડીએફસી રેલવે યાર્ડ પણ તૈયાર કરાય રહ્યો છે. જેમાં જ ન્યુ ઉધના ફ્રેટ સ્ટેશન પણ બનાવાશે. લેન્ડ ફિલિંગ શરૂ કરાઇ ચૂક્યું છે. આ ફ્રેટ રેલવે સ્ટેશન સરોલીની પાસે વેડછા ગામ નજીક તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાં ગુડ્ઝની લોડિંગ અને અનલોડિંગ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...