• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Hazira Ghogha Ro Ro Ferry Service Will Start 2 Trips From Today Reaching Ghogha In Just 3 Hours, Both Will Be Disembarked By Ship.

શુભારંભ:આજથી હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસની 2 ટ્રિપ શરૂ થશે માત્ર 3 જ કલાકમાં ઘોઘા પહોંચશે, બંને શિપ સાથે ઉતારાશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક શિપમાં 600 પેસેન્જર, 180 કાર, 250 બાઈક, 350 ટ્રક એક સાથે વહન કરી શકશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડતી રેક્સ ફેરી સર્વિસનો 8મીથી ફરી પ્રારંભ થશે, જેમાં એક સાથે બે શિપ શરૂ કરાશે. નવી શિપ વોયેજર એક્સપ્રેસ ભારતની પ્રથમ અને સૌથી મોટી સોલાર સંચાલિત શિપ છે. જે માત્ર 3 કલાકમાં જ ઘોઘા પહોંચાડી દેશે. આ શિપમાં 100 કિલો વોટની સોલાર પેનલ ફિટ કરાઈ છે.

સોલાર પેનલની ઉત્પાદિત થનાર વીજળીનો ઉપયોગ એસી, ગેમ ઝોન અને કાફેટેરિયામાં કરવામાં આવશે. સોલાર પેનલે કારણે એક ટ્રીપમાં 500 લીટર ડિઝલની બચત થશે. આ શિપમાં 600 પેસેન્જર, 180 કાર, 250 બાઈક, 350 ટ્રક એક સાથે વહન કરી શકશે. વોઈઝ એક્સપ્રેસ ઘોઘાથી સવારે સવારે 9 વાગ્યે ઉપડશે અને હજીરાથી સાંજે 6.30 વાગ્યે ઉપડશે. જ્યારે વોઈસ સિમ્ફની હજીરાથી સવારે 8 વાગ્યે ઉપડશે અને ઘોઘાથી સાંજે 5 વાગ્યે પરત ફરશે.

કેટેગરી પ્રમાણે ટિકિટના ભાવ

ક્લબબિઝનેસએક્ઝિક્યુટિવસ્લિપર
880010008001250

પેસેન્જર અને વાહનોની ક્ષમતા

600પેસેન્જર
25આઈશર
55ટ્રક
70કાર
50બાઈક

વાહન અને તેનું ભાડું

આઈશર6000
ટ્રક9000
કાર1700
બાઈક250

134 મી. લંબાઈના બંને શિપ જાપાન બનાવટનાં
​​​​​​​શિપ જાપાનનું છે. અને 17 વર્ષ જૂનું છે. તેની લંબાઈ 134 મીટર અને પહોળાઈ 21 મીટર છે. જ્યારે ડ્રાફ્ટ 5 મીટર છે. જે હજીરાથી ઘોઘા સુધીનું અંતર 3 કલાકમાં કાપશે. સ્લીપર ક્લાસ અને ડ્રાઈવર માટે બંકર બેડ અને બેસવાની સુવિધા પણ આ શિપમાં છે. આ ઉપરાંત ત્રણ રેસ્ટોરન્ટ અને ગેમ ઝોનની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

ત્રીજી શિપ પણ શરૂ કરી શકાય
​​​​​​​ હવે બે શિપ શરૂ થશે. એક વર્ષમાં અંદાજે 2.75 લાખ લોકોએ રો-રો ફેરીનો લાભ લીધો છે. હવે અમે બીજી શિપ મુકી રહ્યાં છીએ, જેનાથી હવે રોજની 4 ટ્રીપ થશે અને એક દિવસમાં 2 હજાર લોકો હવે સફર કરી શકશે. જો વધારે રિસ્પોન્સ મળશે તો અમે હજુ એક શિપ મુકીશું.’ - ચેતન કોન્ટ્રાક્ટર, રો-રો ફેરીના ડિરેક્ટર

હજીરા-દિવ માટે પણ વિચારણા
હજીરાથી દિવ સુધીની પણ રો-રો ફેરી શરૂ થશે. સરકાર દ્વારા તેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે. એક અંદાજ પ્રમાણે 8 મહિનામાં હજીરાથી દિવ સુધીની રો-રો ફેરી સર્વિસ શરૂ થવાની શક્યતા છે.’ - ડિ.કે મનરાલ, રો-રો ફેરીના સીઈઓ

અન્ય સમાચારો પણ છે...