ઠગ ઝડપાયો:હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે રૂપિયા 67.79 લાખની ઠગાઈ કરનાર દિલ્હીથી ઝડપાયો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીએ  ફેક આઇડી વડે કંપનીના જ ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી હતી - Divya Bhaskar
આરોપીએ ફેક આઇડી વડે કંપનીના જ ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી હતી
  • ભેજાબાજ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું

હજીરા-ઘોઘા રો-રો ફેરી કંપનીના સંચાલકો સાથે રૂપિયા 67.79 લાખની છેતરપિંડી આચરવાના કેસમાં ભેજાબાજની દિલ્હી ખાતેથી સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ભેજાબાજ દ્વારા કોચીન શીપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેઇલ આઈડી બનાવવામાં આવ્યું હતું. ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા. તે ફોર્મેટમાં મેઈલ મોકલી ઠગાઈ આચરી હતી. જેમાં ફેક આઇડી વડે ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી.

મેઈલથી પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી હતી
સાયબર ક્રાઇમના ગુનાઓમાં દિન-પ્રતિદિન વધારો થતો થઈ રહ્યો છે.વધતી જતી ટેક્નોલોજીની સાથે લેભાગુ અને ભેજાબાજો તેનો દુરુપયોગ કરી લોકોને શિકાર બનાવી રહ્યા છે.આવી જ કંઈક ઘટના સુરતમાં સામે આવી છે.જ્યાં માત્ર ધોરણ દસ નાપાસ ભેજાબાજે સુરતની ડિટોકસ ગ્રુપ કંપની જોડે 67.79 લાખની છેતરપિંડી આચરી હતી.સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં આવેલ ડિટોકસ ગૃપ નામની કંપની હજીરા-ઘોઘા રો-રો ફેરી ચલાવે છે.જ્યાં નવા ખરીદાયેલા શિપનો રીપેરીંગ અને રીફબીર્સમેન્ટનો કોન્ટ્રાકટ મુંબઈની જે કંપનીને આપવામાં આવ્યો છે,તે જ કંપની જેવી ઇ- મેઈલ આઈડી પરથી પેમેન્ટ રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.

ફરિયાદ નોધાઈ હતી
વર્ષ 2021 માં જાપાનની કંપની પાસેથી ડિટોકસ ગ્રુપ દ્વારા નવુ વોયેઝ એક્સપ્રેસ શિપ ઈમ્પોર્ટ કરાયું હતું.જે કંપનીને મેન્ટેન્સ સહિતનું પેમેન્ટ ચૂકવવાનું બાકી હતી.અગાઉ કંપની દ્વારા ઇ-મેઈલ મારફતે પેમેન્ટ માટે રિકવેસ્ટ મોકલવામાં આવી હતી.પરંતુ જે તે સમયે પેમેન્ટ કરાયું નહોતું.જ્યાં બાદમાં ફરી તેજ ઇમેઇલ આઈડી પરથી મેઈલ આવતા પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું.જો કે બાદમાં ખબર પડી હતી કે, કંપનીને પેમેન્ટ તો થયું જ નથી.જેથી કોઈ ભેજાબાજે કંપનીના હૂબહૂ ફેક ઇમેઇલ આઈડી પરથી પેમેન્ટ રિકવેસ્ટ મોકલી રૂપિયા 67.79 લાખ જેટલી રકમ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા ડિટોકસ કંપનીના સંચાલકોએ સુરત સાયબર શેલમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે દિલ્હી ખાતેથી ભેજાબાજ શુભમ રામસ્વરૂપ રામપ્રસાદ ગૌતમની ધરપકડ કરી છે.

આરોપીએ 67.79 લાખ જેટલી રકમ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી
આરોપીએ 67.79 લાખ જેટલી રકમ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી

ફેક્ આઈડી બનાવ્યુ હતુ
સુરત સાયબર શેલ દ્વારા આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કર્યા બાદ વધુ પુછપરછ હાથ ધરવામાં આવી.જ્યાં આરોપીએ જણાવ્યું કે,જાતે કોચીન શીપયાર્ડ કંપનીના નામનું ફેક ઇમેઇલ આઈડી તેણે બનાવ્યું હતું..જે ફેક આઇડીમાંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઈલ આવતા હતા,તે ફોર્મેટમાં મેઈલ મોકલ્યો હતો.જે ફેક આઇડી વડે કંપનીના જ ફોર્મેટમાં કંપનીના ઇમેઇલ આઈડી ઉપર પેમેન્ટ રિકવેસ્ટ મોકલી હતી.જ્યાં બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં 67.79 લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.

આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે
આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે

આઈડી હેક કરાયાની આશંકા
યુવરાજ સિંહ ગોહિલ એસીપી સાયબર જણાવ્યા અનુસાર આરોપી ધોરણ 10 સુધી અભ્યાસ કરી ચૂક્યો છે.આરોપી હાલ એમેઝોન નામની કંપનીમાં ડીલેવરીમેન તરીકેની નોકરી કરે છે. જોકે હજીરા ઘોઘા રો-રો ફેરી કંપની જોડે બનેલી છેતરપિંડી કેસમાં અન્ય ઈસમોની પણ સંડોવણી હોવાની શકયતા રહેલી છે. કંપનીનું email id હેક કરી આ છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા રહેલી છે.જ્યારે કંપનીના જ કોઈ જાણભેદુ દ્વારા આરોપીને ટિપ્સ આપી હોઈ શકે છે જે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.હાલ આરોપી પાસેથી લાખોની રકમ રિકવર કરવા અંગે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે..તપાસના અંતે અન્ય લોકોની સંડોવણી બહાર આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.