ક્રૂઝ સેવા:5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ થશે; બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હજીરા-ઘોઘા સર્વિસના 7 મહિના પછી મુંબઈ મેડેનની શરૂઆત

હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી. સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

હજીરા પોર્ટથી આ પ્રમાણે શિડ્યુલ રહેશે
ક્રૂઝ હજીરાથી 18ઃ30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે.

ડ્રગ્સ સાથે પકડાશે તો પોલીસને હવાલે
મુંબઈમાં એનસીબીની ક્રૂઝ પર રેઇડ બાદ મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા પદાર્થ સાથે કોઇ પકડાશે તો ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં ક્રૂઝના ફેરમાં પણ વધારો કરાયો

ક્રૂઝપહેલાહાલ
હજીરા-દીવ9001200
હજીરા-દીવ-સુરત17002400
હજીરા-હાઇ સી-હજીરા9001000
દીવ-હાઇ સી-દીવ9001000