નવા વર્ષથી ક્રૂઝની મજા:બેસતા વર્ષથી શરૂ થયું હજીરા-દીવ-હજીરા ક્રૂઝ, દરિયાની મુસાફરીની મજા સાથે ક્રૂઝમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશે

સુરતએક મહિનો પહેલા
  • ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે
  • સાત મહિના બાદ હજીરા-દીવ-હજીરાની ફરીથી ક્રૂઝ સેવા શરૂ થશે

નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ તરીકે મળી રહેશે. અગત્યની વાત એ છે કે ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો દરિયા વચ્ચે તેમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર મળશે. એટલું જ નહીં, ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે.

દિવાળી તહેવારમાં સુરતીઓ દિવ ભણી
હરવા-ફરવાના શોખીન સુરતીઓને બેસતા વર્ષ જ મોજ પડી ગઈ છે. હજીરાથી દીવ માટેની ક્રૂઝ સેવાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હરવા ફરવાના શોખીન સુરતીઓ માટે ક્રૂઝની સફર યાદગાર બની રહે છે. સુરતથી દિવ તરફ મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. ક્રૂઝ શરૂ થાય તે પહેલાથી જ સંચાલકો અને અપેક્ષાઓ હતી કે, સુરતીઓ સુરતથી દિવ જવા માટે તેનો ઉપયોગ કરશે અને તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ક્રૂઝમાં ડીજે, કેસિનો સહિતની વ્યવસ્થા હોવાને કારણે પરિવારજનો સાથે યાદગાર મુસાફરી બની રહી છે. સુરતથી દિવ સુધીની મુસાફરી એ એક પ્રકારનો રોમાંચક અનુભવ સુરતીઓ માટે થઈ રહી છે. દિવાળી બાદ પણ લગભગ તમામ શિડ્યુલમાં અત્યાર સુધીમાં 80 ટકા કરતાં વધુની બુકિંગ થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

ક્રૂઝમાં અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ
ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અગાઉ 31 માર્ચ, 2021થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલ મહિનાથી કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે સાત મહિના બાદ ફરીથી ક્રૂઝ સેવા શરૂ થનાર છે. ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા જેવી લીકર મળશે.

VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ.
VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ.

હજીરાથી રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે
5 નવેમ્બર (આજે) બેસતાં વર્ષે ક્રૂઝ હજીરાથી 6:30 કલાકે ઉપડી હતી અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. ક્રૂઝ 14 કલાકની મુસાફરી કરાવશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. એવી જ રીતે હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીએ તો હજીરાથી રાતે 10:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 9:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોકડા જેવી લીકર મળશે.
ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોકડા જેવી લીકર મળશે.

ક્રૂઝમાં કોઈ ડ્રગ્સ સાથે પકડાશે તો પોલીસને હવાલે કરશે
એનસીબીએ થોડા દિવસ પહેલા જ ક્રૂઝ પર રેઇડ કરી ડ્રગ્સ પાર્ટી પકડી પાડી હતી. જોકે, આ ઘટના પછી મુંબઇ મેડેને સૂચના જાહેર કરી છે કે ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થ લઇ જઈ શકાશે નહીં અને કોઇ પણ પકડાશે તો પછી ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે. ક્રૂઝમાં કોઇ પણ હથીયાર લઇ જઇ શકાશે નહીં. કોઇ પણ વ્યક્તિ મારામારી કરશે તો પણ પોલીસને હવાલે કરાશે.

ક્રૂઝમાં કોઇ પણ હથીયાર લઇ જઇ શકાશે નહીં.
ક્રૂઝમાં કોઇ પણ હથીયાર લઇ જઇ શકાશે નહીં.

હજીરાથી ગોવા, મુંબઇ, અલીબાગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ શરૂ થઈ શકે
આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે. કારણ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અગામી 10 વર્ષમાં હજીરાને મુખ્ય પોર્ટ બનાવશે એટલે કે સૌરાષ્ટ્રને સુરતથી મુંબઇ સાથે જોડશે. હજીરા-દીવ બાદ ગોવા, મુંબઇ, અલીબા હગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ સેવા શરૂ થાય તો નવાઇ નહીં.

હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે.
હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે.

વિવિધ ભાવ પત્રક
VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.

VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000.
VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000.

ફેરમાં ભાવવધારો થયો

ક્રૂઝપહેલાહાલ
હજીરા-દીવરૂ. 900રૂ. 1200
હજીરા-દીવ-સુરતરૂ. 1700રૂ. 2400
હજીરા-હાઇ સી-હજીરારૂ. 900રૂ. 1000
દીવ-હાઇ સી-દીવરૂ. 900રૂ. 1000

​​​​​​