કામગીરી:હજીરામાં બાળકી પર રેપ - હત્યા કેસમાં ટ્રાયલ શરૂ, વડોદ કેસમાં PIની જુબાની પૂરી થઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાંડેસરા અને વડોદમાં ઝડપી ટ્રાયલ કરાયા બાદ હવે 5 મહિના પહેલાં હજીરામાં પાંચ વર્ષની બાળકી પર થયેલાં રેપ-હત્યા કેસમાં બુધવારથી ટ્રાયલની શરૂઆત થઈ રહી છે. જ્યારે વડોદ કેસમાં PIની જુબાની પુરી થઈ છે.

પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર-હત્યા
હજીરામાં પાંચ મહિના પહેલાં હજીરા ખાતે આરોપી સુજીત મુન્નીલાલ સાકેત (ઉ.વ.21, રહે. હજીરાગામ, મૂળ, મધ્યપ્રદેશ) પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચે નજીકના ખેતરમાં આવેલા ખંડેર રૂમમાં લઇ ગયો હતો. જ્યાં બાળકી પર બળાત્કાર-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતુ. બાદમાં બાળકીના માથા પર ઇંટ મારીને તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ કેસમાં આરોપીની ધરપકડ થતાં કોર્ટે જેલ કસ્ટડીનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેસમાં બુધવારના રોજ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા 11 જેટલાં સાક્ષીની સરતપાસ કરવામાં આવશે.

વડોદ કેસમાં ક્લોઝિંગ
સરકાર પક્ષે આજે વડોદમાં બાળકી પર બળાત્કાર-હત્યા પ્રકરણમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ પીઆઇની જુબાની સાથે ક્લોઝિંગ પ્રોસિઝર પણ કરી હતી. આ સાથે જ હવે 1લી ડિસેમ્બરના રોજ એફ.એસ. બાદ સમગ્ર કેસ ચુકાદા પર આવી જશે.

અન્ય સમાચારો પણ છે...