તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રો-રો પેક્સ:હજીરાથી ગોવા, મુંબઇ, દીવ, દ્વારકા અને પીપાવાવ પણ જઇ શકાશે, જળમાર્ગ આપણી નવી તાકાત

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરતનું હજીરા કેન્દ્રસ્થાને આવી જતાં જળમાર્ગની સીમાઓ હવે નજીક થઈ જશે. ઓછા સમયમાં મુસાફરી પુર્ણ થશે. - Divya Bhaskar
સુરતનું હજીરા કેન્દ્રસ્થાને આવી જતાં જળમાર્ગની સીમાઓ હવે નજીક થઈ જશે. ઓછા સમયમાં મુસાફરી પુર્ણ થશે.
 • ગોવાની રો રો પેક્સ વાયા મેંગ્લોર થઈ કોચી બંદર સુધી જશે, પ્રવાસન-કાપડ ક્ષેત્રને ફાયદો થશે

કેન્દ્રિય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય સાગરમાલા યોજના અંતર્ગત હજીરાથી પીપાવાવ, દિવ અને દ્વારકાની સાથે મુંબઇ અને ગોવાની પણ રો રો પેક્સ સેવા શરૂ કરનારી છે. આમ આ સેવાથી પ્રવાસ સ્થળોને પ્રોત્સાહન મળવા સાથે શહેરના વેપારોને પણ મસમોટો ફાયદો થનારો છે. અહીં વાત એવી છે કે, મંત્રાલય સાગરમાલા યોજનાથી દરિયાય માર્ગે જહાજ પરિવહનને પ્રોત્સાહન આપવાની કામગીરી કરી છે. તેવામાં જ મંત્રાલયે હજીરા, ઓખા, દ્વારકા, દિવ, પીપાવાવ, દહેજ, મુંબઇ જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી બંદરોની પસંદગી કરી છે. આ સાથે બાંગલાદેશના ચટ્ટોગ્રામ, શ્રીલંકાના જાફના પૂર્વ આફ્રિકાના સેશિલ્સ અને મડાગાસ્કર બંદરોની પણ પસંદગી કરી છે. દરમિયાન મંત્રાલય હજીરાથી પીપાવાવ, દિવ અને દ્વારકાની સાથે મુંબઇ અને ગોવાની સીધી રો રો પેક્સ શરૂ કરનારી છે. જેમાં ગોવાની રો રો પેક્સ મેંગ્લોર થઈને કોચી સુધી જનારી છે.

સુરતથી સીધું સાઉથ : હજીરા પોર્ટ કેન્દ્રસ્થાને રહેતા જહાજોની લાંબી લાઇન જોવા મળશે
કેન્દ્રિય શિપિંગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર શિપોની લાઇન જોવા મળશે. મંત્રાલય હજીરાથી પીપાવાવ, મૂળ દ્વારકા અને દિવની સાથે મુંબઇ અને ગોવાની સીધી શટલ ફેરી શરૂ કરશે. જેમાં હજીરાથી ગોવાની શટલ ફેરી મેંગ્લોર અને કોચી જશે એટલે કે, હજીરા-ગોવા-મેંગ્લોર- કોચી. મંત્રાલયે શિપ કંપનીઓને આ જળમાર્ગો મોકલીને તેમની પાસે સેવા શરૂ કરવા માટે પ્રપોઝલ મંગાવી છે. હાલમાં પોર્ટને બનાવવાની કામગીરી ચાલી રહી છે. સાઉથથી સીધા જ ટ્રકો શટલ ફેરીમાં ચડીને હજીરા પોર્ટ પર ઊતરશે. આમ, ઇંધણની બચત થશે, પર્યાવરણ સ્વચ્છ થવાની સાથે માર્ગ અકસ્માતો પણ ઘટી જશે. વેપાર અને પ્રવાસન ક્ષેત્રે ફાયદો થશે.

હજીરા-ઘોઘાને સારો પ્રતિસાદ, વધુ એક રો રો પેક્સ મૂકાશે, 40 હજાર લોકોએ મુસાફરી કરી
આઠમી નવેમ્બરના રવિવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ઘોઘા રો-રો પેક્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, તે સેવાને દોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો હોવા સાથે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાનું જણાય આવે છે. તેવામાં જ આ સમયગાળામાં તે સેવાનો લાભ ચાલીસથી પણ વધારે મુસાફરે લીધો હોવાનું જણાય આવે છે. જેથી આગામી દિવસોમાં હજીરા-ઘોઘા વચ્ચે વધુ એક રો-રો પેક્સ મૂકાય તો નવાઇ નહીં.

નવી રો રો પેક્સથી આ ફાયદો થશે
પ્રવાસ સ્થળો પ્રોત્સાહન મળશે
શહેરના વેપારને તેજી મળશે
મુસાફરીનો સમય ઘટી જશે
માર્ગ અકસ્માતો ઘટી જશે
ટોલ ટેક્સ સહિતના ખર્ચા બચશે
ઇંધણની મોટા પાયે બચત થશે
પર્યાવરણ સ્વચ્છ બનશે

ઘોઘા, પીપાવાવ જેવા બંદરોને પણ મુંબઇ સાથે લીંક અપાશે
ઘોઘા, પીપાવાવ, દ્વારકા સહિતના ગુજરાત રાજ્યના બંદરોને પણ મુંબઇ સાથે જોડાશે. આમ, વેપારને તેજી મળશે. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ આખા દેશમાં જુદા જુદા જળમાર્ગો પર રો-રો, રો-રો પેક્સ અને ફેરી સેવાનું સંચાલક કરવા કંપનીઓને સુવિધા આપવાનો છે તેમજ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ બનાવવા જરૂરી ટેકો પ્રદાન કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો