તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ડાયમંડના નામે હવાલાનો ખેલ: મીત કાછડિયાનું મકાન અને ઓફિસ સીલ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીત કાછડિયા - Divya Bhaskar
મીત કાછડિયા
  • પેમેન્ટ નહીં આવતા અધિકારીઓએ તપાસ કરતા કૌભાંડ બહાર આવ્યું

સચીનમાં સેઝની યુનિવર્સલ યુનિટમાંથી સિન્થેટિકની સાથે નેચરલ ડાયમંડ ભેળ‌‌વી એક્સપોર્ટ કરવાના સ્કેન્ડલમાં સતત ચોથા દિવસે કસ્ટમ અને ડીઆરઆઇની ટીમે તપાસ ચાલુ હતી. જો કે, હજી સુધી મીત કાછડિયા ફરાર છે. મંગળવારે ટીમે લંબે હનુમાન રોડ ખાતે મીતના ઘર અને પર્વત પાટિયા નજીક ઓફિસ સીલ કરી હતી. જપ્ત કરેલા ડાયમંડના બે કન્સાઇન્મેન્ટનું વેલ્યુએશનની તૈયારી પણ ટીમે આદરી છે.

મીતનો માત્ર પ્યાદાની જેમ ઉપયોગ કરાયો: અધિકારીઓ
મીત કાછડિયાના ઘર અને તેની ઓફિસની તપાસ બાદ અધિકારીઓ એક નિષ્કર્ષ પર પહોંચ્યા હતા. મીત કાછડિયાની પાછળ કોઇ એક નહીં પણ અનેક માથા સંડોવાયેલાં છે. મીતનો માત્ર પ્યાદાની જેમ ઉપયોગ કરવામાં આ‌વ્યો છે. કેમકે એસઇઝેડ (સેઝ) માં યુનિટ રાખવું અને રફ પોલીસ કરી તેને એક્સપોર્ટ કરવાનું હોય કે સિન્થેટિક ડાયમંડનું મેનેજમેન્ટ કરવાનું હોય બધુ જ મીત એકલો કરી શકે નહીં. મીતની પાછળના મુખ્ય ફાયનાન્સરની પણ શોધખોળ ચાલી રહી છે. અધિકારીએ કહ્યું કે, જરૂર પડી તો મીત કાછડિયાની ધરપકડ માટે પોલીસનો પણ સહારો લેવામાં આવશે.

વેલ્યુએશન માટે IDIનો સંપર્ક કરાશે
​​​​​​​અધિકારીઓએ જપ્ત કરેલાં ડાયમંડની કિંમત હાલ 60 કરોડ હોવાનો અંદાજ છે. પરંતુ તેનું સાચુ વેલ્યુએશન જાણવા માટે કસ્ટમ વિભાગ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિયૂટની મદદ લેવાનું વિચારી રહી છે. આ ઉપરાંત જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલનો પણ સંપર્ક કરી શકે છે. સાચી કિંમત માલૂમ પડ્યા બાદ તેના આધારે આ કૌભાંડ કેટલુ મોટું છે તેનો પણ ખ્યાલ આવશે.

ત્રણ મહિનામાં 25 પાર્સલ મોકલાયા
​​​​​​​ડીઆરઆઇના અધિકારી સૂત્રોએ કહ્યું કે, ફેબ્રુઆરીમાં યુનિટ શરૂ કરવામાં આવ્યું હતું અને માર્ચથી નિકાસની શરૂઆત કરવામાં આવી હતી અને ત્રણ જ મહિનામાં 25 પાર્સલ મોકલી આપવામાં આવ્યા હતા. જો કે, પેમેન્ટ આવતંુ ન હોય અધિકારીઓને શંકા ગઈ હતી.જેથી તપાસ કરાતા કૌભાંડ બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...