કોરોના સુરત LIVE:છેલ્લા આઠ દિવસમાં આઠ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 6 પર સ્થિર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 205025 કેસ નોંધાયા

સુરત શહેર જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી રોજ 1 પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યો છે. છેલ્લા 70 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં 4 અને જિલ્લામાં 2 એક્ટિવ કેસ મળીને કુલ 6 એક્ટિવ કેસ છે. જોકે વિતેલા કલાકમાં એક oર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. ધીમે ધીમે સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

બે લાખથી વધુ કોરોનાથી સ્વસ્થ થયા
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 205025 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. કુલ 2240 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં 6 એક્ટિવ કેસ છે. ડિસ્ચાર્જનો આંકડો 2 લાખને પાર કોરોના કેસ ઘટવાની સાથે સાથે કોરોનામુક્ત થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્રણેય લહેરમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોમાંથી 202781 લોકોએ કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. જેમાંથી જિલ્લાના 42265 લોકોનો સમાવેશ થાય છે.

પોઝિટિવિટી રેટ ઘટ્યો
હાલમાં કોવિડ પોઝિટિવિટી રેટ માત્ર 0.01 ટકા જ છે. જાન્યુઆરીમાં કોરોનાના કેસ પીક પર હતા ત્યારે પોઝિટિવિટી રેટ 15 ટકા પહોંચી ગયો હતો. છેલ્લા દિવસોમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.01 ટકા થઇ ગયો છે. ત્રીજી લહેરમાં કોરોના પીક પર હતો ત્યારે રોજ 3 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસથી કેસ સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...