• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Municipality Has Increased Testing To Prevent Infection, Will Provide 1 Liter Of Oil To Increase The Performance Of The Second Dose, Vaccination Will Be Done At 78 Centers

કોરોના સુરત LIVE:સંક્રમણ અટકાવવા પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું, બીજા ડોઝની કામગીરી વધારવા 1 લીટર તેલ આપશે, 78 સેન્ટર પર રસીકરણ થશે

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોના કેસનો આંકડો વધીને 1,44,018 થયો

સુરતમાં તહેવારો બાદ કોરોનાને માથું ઊંચકતો રોકવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ વધારી દેવાયા છે. વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે. ગત રોજ વધુ 3 કેસ નોંધાતા કોરોના કેસનો આંકડો વધીને 1,44,018 થયો છે. બીજા ડોઝ માટે રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. રસીકરણ લક્ષ્યાંક પૂર્ણ કરવા તેમજ બીજો ડોઝ લેવાના બાકી છ લાખ લોકોને પ્રોત્સાહિત કરવા સુરત મહાનગરપાલિકાએ અમદાવાદની એનજીઓના સથવારે આજથી વેક્સિનનો બીજો ડોઝ લેનારને એક લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આજે કુલ 182 સેન્ટર પર રસીકરણ ચાલી રહ્યું છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ
શહેરમાં 3 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144018 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. ગત રોજ શહેરમાંથી 2 અને જિલ્લામાંથી 2 મળી 4 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141871 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 31 થઈ છે.

વહેલા તે પહેલાના ધોરણે તેલ અપાશે
શહેરમાં 37.34 લાખે પ્રથમ ડોઝ લઇ લીધો છે. 23.80 લાખને બીજો ડોઝ અપાયો છે. જોકે બીજા ડોઝ માટે લાયક છતાં રસીથી વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા શુક્રવારથી બીજો ડોઝ લે તો 1 લિટર તેલના પાઉચનું વિતરણ કરાશે. આ કાર્યમાં યુવા અનસ્ટોપેબલ સંસ્થાનું યોગદાન મળ્યું છે. પાલિકાએ બીજા ડોઝ માટે વંચિત 6,42,800 લાભાર્થીઓને પ્રોત્સાહિત કરવા જાહેર કરેલી તેલ ફ્રીની સ્કીમને પગલે કુલ 78 રસી કેન્દ્રો પૈકી ઘણા સ્થળે વ્યવસ્થા બગડે તેવી ભીતિ સેવાઇ રહી છે. સૂત્રોએ કહ્યું કે, સેકન્ડ ડોઝ માટે વંચિત લાભાર્થીઓની સંખ્યા વધુ હોવાથી સ્કીમનો લાભ દરેકને મળી શકે તેમ નથી. મદદરૂપ થયેલી સંસ્થાએ દોઢથી બે લાખ તેલના પાઉચનો જ સહયોગ કર્યો છે. જેથી વહેલા તે પહેલાના ધોરણે સ્કીમનો લાભ લઇ શકાશે. આ સ્કીમ સ્ટોક રહેશે ત્યાં સુધી જ મર્યાદિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.