ઝઘડો હત્યા સુધી પહોંચ્યો:સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાનું પાડોશી સાથેના ઝઘડામાં મર્ડર

સુરત8 મહિનો પહેલા
મૃતક વૃદ્ધ મહેશભાઈ સંઘવીની ફાઈલ તસવીર.
  • ઘટનાની જાણ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માતા-પિતા ગાંધીનગરથી સુરત આવવા રવાના

ક્રાઇમ રિપોર્ટર.સુરત : અડાજણ પાટિયા પેટ્રોલપંપની બાજુમાં રતન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ગૃહમંત્રી હર્ષ સંઘવીના કોટુબિંક કાકાની એપાર્ટમેન્ટની લીફટમાં જવાની બાબતે પાડોશી સાથે બોલાચાલીમાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં પાડોશીએ વૃદ્વને નાક પર ફેટ મારી દેતા નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આથી પરિવારજનો વૃદ્વને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા મહેશભાઈ કાંતિલાલ સંઘવી (63)નું સારવાર દરમિયાન મોત થયું હતું. વૃદ્ધ દીકરી સાથે ખરીદી ખરીદી કરવા ગયા હતા ત્યાંથી આવ્યા બાદ ઘટના બની હતી.

ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું.
ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું.

બીજી તરફ આ ઘટનામાં રાંદેર પોલીસે વૃદ્વની દીકરી ફોરમબેન સંઘવીની ફરિયાદ લઈ પાડોશી હત્યારા બોની કમલેશ મહેતા(26) સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પીએમ રિપોર્ટમાં મોતનું કારણ વૃદ્વને નાકમાંથી વધુ પડતું બ્લડીંગ થતા મોત થયું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. બોની મહેતા શેરબ્રોકરનો ધંધો કરે છે અને તે પત્ની સાથે શનિવારે બપોરે લગ્નમાં જવા માટેની તૈયારી કરતા હતા. શનિવારે બપોરે વૃદ્ધ મહેશભાઈ સંઘવી દીકરી સાથે લીફટમાં નવમા માળે ઘરે જતા હતા. તેવામાં શેરબ્રોકર બોની મહેતા ચોથા માળે લીફટનું બટન દબાવ્યું હતું.

આથી લીફટ ચોથા માળે ઊભી રહી જતા વૃદ્ધએ પહેલા મને ઉપર જવા દો, પછી તમે આવો એવંુ કહ્યું હતું. જેમાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ અને આવેશમાં આવી શેરબ્રોકરે વૃદ્વને નાક પર મુક્કો મારી દીધો હતો. જેના કારણે નાકમાંથી બ્લડીંગ થવા લાગ્યું હતું.મરણ જનાર વૃદ્ધ પહેલા હીરાનો વેપાર કરતા હતા. તેઓને 2 દીકરા અને 2 દીકરીઓ છે. જેમાં એક દીકરો હાલમાં બેંગકોકમાં રહે છે અને હીરાનો વેપાર કરે છે. જયારે નાનો પુત્ર હીરાનો વેપાર કરે છે. આ ઘટનામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો ગાંધીનગરથી દોડી આવ્યા હતા. જ્યારે ગૃહમંત્રી કામમાં વ્યસ્ત હોવાથી આવી શક્યા ન હતા.

વૃદ્ધના નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા
પ્રિતેશ સંઘવી (મૃતકના દીકરા) એ જણાવ્યું હતું કે પપ્પા મહેશભાઈ શાંતિલાલ સંઘવી (ઉ.વ. 63) ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા. હાલ નિવૃત જીવન જીવી રહ્યા હતા. મહેશભાઈ બે દીકરા અને બે દીકરીઓ છે. ઘટના શનિવાર રાતની છે. સાડા ચાર વાગ્યાના અરસામાં પિતા દીકરી ફોરમ સાથે ખરીદી કરવા નીકળ્યા હતા. પરત ફરતા લિફ્ટમાં ઉપર આવી રહ્યા હતા. ત્યારે બોની કમલેશ મહેતા નામના ઈસમ યુવાન સાથે કોઈ વાત ઉપર બોલાચાલી થતા વાત ઝઘડા સુધી પહોંચી હતી. જેમાં મહેશભાઈને નાકના ભાગે મુક્કો મારતા લોહીલુહાણ થઈ ગયા હતા.

વૃદ્ધને નાક પર મુક્કો માર્યો હતો.
વૃદ્ધને નાક પર મુક્કો માર્યો હતો.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
વધુમાં જણાવ્યું હતું કે, ગંભીર હાલતમાં મહેશભાઈને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે વૃદ્ધ મહેશભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ રાંદેર પોલીસને કરાતા પોલીસે હત્યાની કલમ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

દીકરી સાથે ખરીદી કરી આવ્યા બાદ ઘટના બની
વૃદ્વની દીકરીને 3-4 દિવસમાં જોવા માટે આવવાના હતા. આથી વૃદ્ધ તેની મોટી દીકરી સાથે ચૌટાપુલમાં મિઠાઈ અને પરચૂરણ સામાન ખરીદી કરવા માટે શનિવારે બપોરે ગયા હતા. ખરીદી કરીને આવ્યા બાદ વૃદ્ધ દીકરી સાથે ઘરે લીફટમાં જતા હતા તે દરમિયાન ચોથા માળે લીફટમાં જ મારામારી થઈ હતી, જે ઉગ્ર બનતા પાડોશીએ વૃદ્ધને નાક પર મુક્કો મારી હત્યા કરી નાખી હતી.