ચકાસણી:હર્ષ સંઘવી-પત્નીની સંપત્તિ 5 વર્ષમાં 803 ટકા વધીને 17.43 કરોડ થઈ, અલ્પેશ સૌથી ગરીબ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના સંદીપ દેસાઇ પાસે 2.04 કરોડની જંગમ મિલકત, 7.26 કરોડની જમીન-મિલકત
  • ભાજપના સીટિંગ ધારાસભ્યો વરાછાના કુમાર કાનાણી અને કરંજના પ્રવીણ ઘોઘારીની મિલકતમાં ઘટાડો નોંધાયો​​​​

શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 10 પર સિટીંગ ધારાસભ્યોને ટીકીટ અપાઈ છે. જેમાંથી ધારાસભ્યોની આવક-મિલકતમાં ધરખમ વધારો થયો છે તો કેટલાકની આવક ઘટી પણ છે. મજૂરા બેઠકના ઉમેદવાર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આવકમાં 5 વર્ષમાં અધધ વધારો થયો છે. 2017માં તેમની પાસે જંગમ મિલકત 74 લાખની હતી. જે 2022માં 86 લાખ થઇ છે. સ્વપાર્જીત મિલકત 1 કરોડથી વધીને 3.23 કરોડ થઇ છે. 3.14 કરોડનું મકાન ખરીદ્યું છે. 2017માં તેમની સંપત્તિ 2.17 કરોડ હતી, જે 5.39 કરોડ થઇ છે. તેમની પત્ની પાસે 10.52 કરોડના લિસ્ટેડ કંપનીના શેર છે.

આમ, સંયુક્ત મિલકત 17.43 કરોડ થઇ ગઇ છે. જો કે, વરાછાના ઉમેદવાર અને પૂર્વ મંત્રી કિશોર કાનાણીની આવક ઘટી છે. 2017માં તેમની જંગમ મિલકત 1.30 કરોડ અને જમીન-મિલકત 58.24 લાખ હતી. 2019માં જંગમ મિલકત 73.27 લાખ તથા જમીન-મિલકત 32 લાખ થઇ ગઇ છે. કરંજના ઉમેદવાર અને સિટીંગ ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીની મિલકત પણ ઘટી છે. 2017માં જંગમ મિલકત 4.20 કરોડની હતી જે 85.89 લાખ થઇ છે. જમીન-મિલકત 63.30 લાખથી 35.28 લાખ થઇ છે. જ્યારે સંદીપ દેસાઇ પાસે 2.04 કરોડની જંગમ મિલકત છે.

7.26 કરોડની જમીન-મિલકત છે. કામરેજના ઉમેદવાર પ્રફુલ પાનશેરીયા પાસે 1.83 કરોડની જંગમ મિલકત છે. જ્યારે આપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પાસે કોઇ જંગમ મિલકત નથી. હાથ પર રોકડ 9.50 લાખની છે. 1 વાહન છે. કુલ 11.14 લાખની મિલકત છે. આપના જ ધાર્મિક માલવિયા પાસે 6.42 લાખ હાથ પર રોકડ તથા વાહન મળીને કુલ 10.65 લાખની મિલકત છે.

અલ્પેશ પાસે જંગમ મિલકત નથી, રોકડ 9.50 લાખ, 1 વાહન

ઉમેદવારવર્ષહાથ પર રોકડજંગમ મિલકતસ્થાવર મિલકતસોનુFD/વારસાગતવાહન
હર્ષ સંધવી (ભાજપ)201774,49874,59,7551,03,00,0002,50,00031,64,1111 કાર
20224,40,68384,71,8693,23,52,4476,25,00022,29,0011 કાર
કિશોર કાનાણી (ભાજપ)201715,28,0231,30,58,28558,24,288--99,26,1651કાર 1 બાઇક
202227,04,304732755632,00,0002,98,6768,16,5301કાર 1 બાઇક
પ્રવિણ ઘોઘારી (ભાજપ)20179,00,4544200676163302921,50,0003,93,9672 કાર
202272,38,990858932235280202,70,0004,64,3501 કાર
સંદીપ દેસાઈ (ભાજપ)20228,07,9002,04,61,2227,26,52,5349,54,7716,34,91,8102 કાર
પ્રફુલ પાનશેરિયા (ભાજપ)202220,30,0631,86,25,310--83,65013,29,6121 કાર
અલ્પેશ કથીરિયા (આપ)20229,50,500------88,71675,000
ધાર્મિક માલવિયા (આપ)20226,42,329------3,72,87550,000

ચૂંટણી જંગમાં હવે 197 ઉમેદવાર રહ્યા, ચકાસણીમાં અપક્ષોનાં 60 ફોર્મ રદ
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ફાર્મ ચકાસણી દરમિયાન 60ના ફોર્મ રદ થતા હવે 197 ઉમેદવારો જંગમાં રહ્યા છે. 16 બેઠકો માટે ઉમેદારોએ 14મી સુધીમાં કુલ 257 ફોર્મ ભર્યંા હતા. મંગળવારે ચકાસણીમાં ફોર્મ ભરવામાં ચુક કરવા તથા પુરતા નહીં મૂકવા બદલ 60 જેટલા અપક્ષના ફોર્મ રદ થયા હતા. હવે ઓલપાડમાં 17, માંગરોળમાં 7, માંડવીમાં 8, કામરેજમાં 10, સુરત પૂર્વમાં 20, ઉત્તરમાં 11, વરાછા રોડમાં 6, કરંજમાં 10, લિંબાયતમાં 47, ઉધનામાં 13, મજુરામાં 5, કતારગામમાં 9, સુરત પશ્ચિમમાં 11, ચોર્યાસીમાં 14, બારડોલીમાં 6 અને મહુવામાં 3 ઉમેદવારો રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...