• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Harsh Sanghvi, MLA Of Surat's Majura Assembly Seat, Selected In The Cabinet, An Atmosphere Of Celebration Among Family Workers

જશ્ન:સુરતના ચાર ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ, એક કેબિનેટમાં ત્રણ રાજ્યકક્ષાના મંત્રી, પરિવારજનોમાં 'હર્ષના'આંસૂ

સુરતએક મહિનો પહેલા
હર્ષ સંઘવીનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યાની વાતથી પરિવારજનોની આંખો ભીની થઈ હતી
  • હર્ષ સંઘવી,પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા, મુકેશ પટેલને પ્રધાન બનાવાતા શહેર ભાજપમાં ખુશીનો માહોલ

ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફારો થવા છે. ત્યારે સુરતના પૂર્ણેશ મોદી,ઓલપાડના મુકેશ પટેલ અને મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી તથા કતારગામ બેઠકના ધારાસભ્ય વિનુ મોરડીયાનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યાની વાતથી પરિવાર અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હર્ષભાઈ મંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ પરિવારના લોકો એકત્રિત થઇ ગયા હતા. તેમના સમર્થકો પણ ધીરે ધીરે તેમના ઘરે આવવાના શરૂ થયા છે. સી આર પાટીલનો ફોન સંઘવી પર જતાની સાથે જ હર્ષ સંઘવી મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે વાતની સ્પષ્ટતા થઇ ગઇ હતી. ત્યારબાદ સંઘ દ્વારા તેના પરિવારજનોને આ ખુશીના સમાચાર પહોંચાડવામાં આવ્યા હતા.કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનુ મોરડીયા મંત્રીમંડળમાં પસંદગી થતાં પરિવારજનો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ મીઠાઇ વેચીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

હર્ષ સંઘવીના નામની જાહેરાત થતાં જ તેના ઘરે લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં.
હર્ષ સંઘવીના નામની જાહેરાત થતાં જ તેના ઘરે લાગણીસભર દ્રશ્યો સર્જાયાં હતાં.

મીઠાઈ વહેંચાઈ
કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી,મુકેશ પટેલ અને વિનોદ મોરડીયાના પરિવારજનો અને મિત્રો દ્વારા ઘરમાં મીઠાઇ વેચીને આનંદની લાગણી વ્યક્ત કરી. પરિવારજનો અને સમર્થ કે ઘરમાં જ ગરબો શરૂ કરી દીધો હતો.ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.કાર્યકર્તાઓએ પણ તેમના નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.સોશિયલ મીડિયા ઉપર શુભેચ્છા સંદેશાઓ વહેતા થયા છે.

હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા
હર્ષ સંઘવીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા

ફડાકડા ફોડવાના કાર્યક્રમ જાહેર
કતારગામ અને મજૂરા,સુરત પશ્ચિમ અને ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે. મંત્રીમંડળમાં સમાવેશ થતાની સાથે જ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. શપથગ્રહણ સમારંભ સમયે ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિનુભાઈના ઘરે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.
વિનુભાઈના ઘરે મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.