ગુજરાત વિધાનસભાના ઇલેક્શનના પ્રથમ ચરણના મતદાન માટે આજે ઉમેદવારોનું ફોર્મ ભરવાનું અંતિમ દિવસ હતો.ત્યારે બાકી રહેલા ઉમેદવારો આજે પોતાનું નામાંકન ભરવા પહોંચી રહ્યા હતા.ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મજૂરા વિધાનસભા માંથી પોતાનું નામાંકન ભરવા પહોંચ્યા હતા.પહેલા તેમણે જંગી સભાને સંબોધી હતી.અને ત્યારબાદ સભા સ્થળેથી નામાંકન ભરવાના સ્થળ સુધી ભાજપના કાર્યકરો અને તેના સમર્થકો સાથે મોટી મૌન પદયાત્રા કાઢી હતી.મોરબીમાં બનેલી દુર્ઘટના ને લઇ વાંચજે ઘાસ કે નહીં પરંતુ મૌન પદયાત્રા કાઢી તેઓ નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા.
ફોર્મ ભરતા પહેલા જંગી સભા સંબોધી
ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મજૂરામાંથી વિધાનસભા માટે ત્રીજી વખત ઉમેદવારી કરી રહ્યા છે.આ વખતે હર્ષ સંઘવી દ્વારા નામાનકન ભરવાના છેલ્લા દિવસે પહોંચી રહ્યા હતા તે પહેલા તેમણે સુરતના પાર્લે પોઇન્ટ ખાતે મેરીટ હોટલની સામે જંગી સભા સંબોધી હતી.હર્ષ સંઘવી દ્વારા તેના સમર્થકો અને કાર્યકર્તાઓ સભા સ્થળે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.જ્યાં હર સંઘવી દ્વારા તમામ કાર્યકર્તાઓનું અભિવાદન લીધા બાદ પદયાત્રા કરી નામાંકન ભરવા નીકળ્યા હતા.આ સભા દરમિયાન સ્ટેજ પરથી તેમણે તેમના મતવિસ્તારના કાર્યકરો અને સમર્થકોમા ઇલેક્શનના જીત માટે જોશ અને જુસ્સો વધાર્યો હતો.
મોરબી દુર્ઘટનાને લઇ સમર્થકો સાથે મૌન પદયાત્રા કાઢી
ભાજપના સૌથી યુવા ચહેરા તરીકે પ્રમોટ કરાતા હર્ષ સંઘવી આજે ભાજપની સ્ટાર પ્રચારક ની યાદીમાં સંમેલિત કરવામાં આવ્યા છે.હર્ષ સંઘવી દ્વારા મજુરા વિધાનસભા માંથી ઉમેદવારીનું નામાંકન ભરવા પહોંચી રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં તેની સાથે મજૂરા વિધાનસભાના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.આ દરમિયાન હર્ષ સંઘવીએ તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોને પોતાની સાથે પદયાત્રામાં જોડાવા માટે આહવન કરાયું હતું.હર્ષ સંઘવીએ જાહેર મંચ પરથી લોકોને જણાવ્યું હતું કે મોરબીમાં બનેલી દુર્ઘટના ને લઈ ફોર્મ ભરવા આ વખતે કોઈપણ પ્રકારનો નાચગાન કે ડીજે કે શોરશરાબો કરવો નથી.મોરબીમાં બનેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામને આત્માને ઠેસ ના પહોંચે માટે મૌન પદયાત્રા કરીને નામાંકન ભરવા જઈશું.જેને લઇ હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં તેના સમર્થકો ચાહકો અને મજૂરા વિધાનસભાના કાર્યકરો આ પદયાત્રામાં જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.