તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Hardest Freezing Cold In The Whole Of South Gujarat Including Surat, Surat Has The Lowest Temperature Of The Season At 12 Degrees

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરફ વર્ષાની અસર:સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાર્ડ થીજાવી નાંખતી ઠંડી, સુરતનું સીઝનનું સૌથી નીચું 12.4 ડીગ્રી તાપમાન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઉત્તર દિશા તરફથી 6 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવનને કારણે સુરત શહેર ઠંડુગાર થઈ ગયું

ઉત્તર ભારતમાં ભારે બરફ વર્ષાને પગલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાર્ડ થીજાવી નાંખતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે સુરત શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભ બાદ પ્રથમ વખત તાપમાનનો પારો 12.4 ડીગ્રી સેલ્સિયસ સુધી નીચે ગગડી જતા સુરત શહેરમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

દક્ષિણ ગુજરાતના સાપુતારામાં ઓછામાં ઓછું તાપમાન 12 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું
દક્ષિણ ગુજરાતનું હિલ સ્ટેશન ગણાતા સાપુતારામાં કડકડતી ઠંડી પડી રહી છે. સાપુતારામાં આજે વહેલી સવારે ઓછામાં ઓછું તાપમાન 12 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં આજનું ઓછામાં ઓછું તાપમાન 16 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાશ્મીર-હિમાચલમાં ભારે બરફ વર્ષાને પગલે ઉત્તર દિશા તરફથી 6 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવનને કારણે સુરત શહેર ઠંડુગાર થઈ ગયું છે.

આગામી દિવસોમાં સુરત શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે
સુરત હવામાન કચેરીના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સુરત શહેરનું વધુમાં વધુ તાપમાન 26.4 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જયારે ઓછામાં ઓછુ તાપમાન 12.4 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈકાલે ઓછામાં ઓછુ તાપમાન 15.2 ડીગ્રી હતું. જેમાં આજે 2.4 ડીગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. સુરતની હવામાં 69 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું છે. જ્યારે 1014.1 મિલીબાર હવાનું દબાણ નોંધાયું હતું. આજે સુરત શહેરમાં ઉત્તરથી પૂર્વ દિશા તરફ 6 કિમીની ઝડપે ઠંડો પવન ફૂંકાય રહ્યો છે. હવામાન કચેરીના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ સુરત શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો