ક્રાઇમ:દહેજના 50 લાખ રૂપિયા માટે પરિણીતાને ત્રાસ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કતારગામની પરિણીતાને પતિ અને સાસુએ 50 લાખના દહેજ માટે ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકી છે. કતારગામમાં રહેતી મોહિની( નામ બદલ્યું છે)ના પહેલા લગ્ન થયા હતા.જેમાં મનમેળ ન થતા તેઓએ ડિવોર્સ લીધા હતા. ત્યાર બાદ મોહિનીએ દીપક પટેલ સાથે લગ્ન કર્યા હતા.  મોહિની સાથે સાસુ ઝગડો કરવા લાગી હતી. તેને અને દીપકે આઈઈએલટીએસની એક્ઝામ આપી હતી. તેમાં સંતોષજનક પરિણામ આવ્યું નહતું.

તેથી દીપક મોહિનીને કહેતો કે 6 મહિનાની મહેનત પર પાણી ફેરવી દીધું,ત્યાર બાદ તેઓએ ફરીથી એક્ઝામ આપી હતી. તેમાં તેમને સારુ પરિણામ મળ્યું હતું.ત્યાર બાદ તેમાં આગળ વધવા 40 લાખનો ખર્ચ હતો. તેથી દીપક મોહિનીને પિતા પાસેથી 50 લાખ લાવવા કહ્યું હતું. મોહિનીએ ના પાડતા દીપકે  તેને ઘરમાંથી કાઢી મુકી હતી. મોહિનીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...