વેપારી પરેશાન:અનાજ અને ડેરી પ્રોડક્ટ્સ પર GST લાગતા હજારો નાના વેપારી પરેશાન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દરેક રાજ્યના નાણામંત્રીને રજૂઆત કરશે
  • ​​​​​​​GST બાદ પ્રોડક્ટ્સના ભાવ વધતા સામાન્ય માણસને વધુ ભાવ ચુકવવો પડશે

જીએસટી કાઉન્સિલ દ્વારા અનાજ અને ડેરી પ્રોડક્ટ્સ ઉપર લેવાતા 5થી 18% જીએસટીથી પશુ પાલકો જ નહીં પણ સામાન્ય લોકોને પણ અસર પડે તેવી હોવાથી આ નિર્ણય પરત લેવા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા દરેક રાજ્યના નાણામંત્રીને આવેદનપત્ર આપી રજુઆત કરાશે.

આ અંગે ટ્રેડર્સ અગ્રણી પ્રવિણ ખંડેવાલે કહ્યું કે, આ નિર્ણયથી નાના વેપારીઓએ નિયમનું પાલન કેવી રીતે કરવું એ અવઢવમાં છે. આના કારણે ભાવમાં વધારો પણ થશે અને સામાન્ય માણસ પર અાર્થિક બોજ પડશે. દેશમાં માત્ર 15% વસ્તી મોટી બ્રાન્ડની ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. જ્યારે 85% વસ્તી બ્રાન્ડ કે માર્ક વગરના ઉત્પાદનો પર જીવે છે. આ વસ્તુઓને GSTના ટેક્સ સ્લેબમાં લાવવી એ અન્યાયી પગલું છે, જે કાઉન્સિલ દ્વારા પાછું લેવું જોઈએ. CAITનું પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી, વાણિજ્ય મંત્રી અને અન્ય કેન્દ્રીય મંત્રીઓને મળીને નિર્ણય પાછો લેવા માંગણી કરશે.

અનપેક્ડ વસ્તુ પર GST લાગશે કે કેમ? સ્પષ્ટ નથી
ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતએ કહ્યું કે, આ નિર્ણયથી ખેડૂતને પણ અસર થઈ શકે છે. કેમ કે, જો ખેડૂત પણ પોતાનો પાક બોરીમાં પેક કરીને લાવશે તો તેના પર પણ જીએસટી લાગુ થશે કે કેમ? તેની કાઉન્સિલે સ્પષ્ટતા કરી નથી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ દરેક પૈક પર મહત્વપૂર્ણ માહિતી અને માર્કિંગ લખવું જરૂરી છે. માર્ક વગર કોઈપણ માલ વેચી શકાશે નહીં. બીજી બાજુ માર્ક લાગુ થતાં જ તે GSTના દાયરામાં આવી જશે.

વેપારી ચિન્હ કરશે તો પણ જીએસટીમાં આવી જશે
નિયમ પ્રમાણે હવે જો કોઈ દુકાનદાર પોતાની વસ્તુની ઓળખ માટે કોઈપણ ચિહ્ન સાથે પેક કરેલી ખાદ્ય ચીજવસ્તુઓ વેચે છે, તો તેના પર GST ચૂકવવો પડશે. આ નિર્ણય પછી, પનીર, છાશ, પેકેજ્ડ દહીં, ઘઉંનો લોટ, ચોખા અને ગોળ જેવા પ્રી-પેકેજ લેબલવાળા કૃષિ ઉત્પાદનો પણ મોંઘા થશે. 5%ના ટેક્સ સ્લેબમાં અનાજ, માખણ, દહીં, લસ્સી વગેરે લાવવા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...