હાલાકી:સિવિલમાં ECG ટેક્નિશિયન રજા પર જતા દર્દીઓ પરેશાન

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ઇસીજીના દર્દી આવે છે
  • મેડિસિનના દર્દીને ટ્રોમામાં મોકલાઇ રહ્યા છે

સિવિલ હોસ્પિટલનાં મેડિસિન વિભાગના ઓપીડીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ઈસીજી મશીનનો ટેક્નિશિયન બીમારીના કારણે રજા પર ઉતરી જતા મોટી સંખ્યામાં ઈસીજી કરાવવા માટે આવતા દર્દીઓને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. જેથી ઓપીડીમાં ટેક્નિશ્યન ન હોવાના કારણે દર્દીઓને ઈસીજી માટે ટ્રોમા સેન્ટરમાં મોકલવાની ફરજ પડી રહી છે.

આ બાબતને લઈને વિવાદ પણ ઉભો થયો હતો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ઓપીડી શરૂ કરી દેવાઈ છે. ત્યારે નોન કોવિડ સારવાર માટે દર્દીઓનો ધસારો પણ ધીમે ધીમે વધી રહ્યો છે. દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી મેડિસિન વિભાગની ઓપીડીમાં ઈસીજી ટેક્નિશ્યન રજા પર ઉતરી જતા દર્દીઓને ઓપીડીમાંથી ઈસીજી માટે ટ્રોમા સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે.

ઓપીડીના દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં ઈસીજી માટે પહોંચતા વિવાદ પણ સર્જાયો હતો. આ બાબતે મેડિસીન વિભાગના એચઓડી ડો. કે. એન. ભટ્ટે જણાવ્યું હતું કે,‘ ઈસીજી મશીન ચલાવનાર ટેક્નિશિયન બીમાર હોવાથી છેલ્લા બે-ત્રણ દિવસથી રજા પર છે. જેથી દર્દીઓને ઈસીજી કરાવવા માટે ટ્રોમા સેન્ટરમાં મોકલી રહ્યા છે. હાલમાં રોજ 10 દર્દીઓેને ઈસીજી કરાવવાની જરૂર પડે છે. જેથી તેઓને ટ્રોમાં સેન્ટરમાં ઈસીજીની સુવિધા હોવાથી ત્યાં મોકલી આપીએ છીએ.’

અન્ય સમાચારો પણ છે...