સમસ્યા:અંજની ઈન્ડસ્ટ્રીમાં નશીલા પ્રદાર્થોનું વેચાણ અને દબાણો કરી અસામાજિક તત્વોનો ત્રાસ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રાસી ગયેલા કારખાનેદારોએ ઈન્ડસ્ટ્રી એસોસિએશનની મીટિંગ બોલાવી

અંજની ઈન્ડસ્ટ્રીમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. તેમના દ્વારા નશીલા પ્રદાર્થોનું વેચાણ અને રોડ પર દબાણ કરવામાં આવે છે જેને લઈને ઉદ્યોગકારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. એસોસિએશન સોમવારેએસએમસી કમિશનર અને પોલિસને રજૂઆત કરશે. અંજની ઈન્ડસ્ટ્રીમાં ૧ હજારથી વધારે એકમો કાર્યરત છે. અસામાજિક તત્વો દ્વારા રોડ પર દબાણ કરીને માત્ર ૩૦ ફૂટ જ રોડ અવર-જવર માટે રાખવામાં આવે છે.

આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં નશીલા પ્રદાર્થોનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું છે. કારીગરોને મારીને ધમકાવવામાં પણ આવે છે. અંજની ઈન્ડસ્ટ્રી એસોસિએશનના આગેવાનોએ સભ્યો સાથે મિટીંગનું આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...