આત્મહત્યા:કતારગામમાં પતિ અને પુત્રથી ત્રાસીને મહિલાએ ફાંસો ખાધો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કતારગામની આધેડ મહિલાએ પુત્ર-પુત્રવધુ અને પતિના ત્રાસથી કંટાળીને ફાંસો ખાધો હતો.

કતારગામ સીતારામ સોસાયટીમાં રહેતા મનસુખ વાલજી વ્યાસના પત્ની 50 વર્ષીય કૈલાશબેને 12 નવેમ્બરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ મામલે કૈલાશબેનના પિતરાઈ ભાઈ મુકેશ કળસરિયાએ કૈલાશબેનના પતિ મનસુખ,પુત્ર મેહુલ,પુત્રવધુ મેહુલ અને મેહુલની સાસુ જ્યોત્સના વરિયા(ડભોલી રોડ) સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ નાની-નાની વાતે પુત્ર-પુત્રવધુ અને પતિ ત્રાસ આપતા હતા. તેથી તેમણે ત્રાસી ફાંસો ખાધો હતો.

અન્ય સમાચારો પણ છે...