આપઘાતનો પ્રયાસ:બ્લેકમેલથી ત્રાસી કવાસની યુવતીએ હાથની નસ કાપી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રતા તોડી નાખતા ઇચ્છાપોરના રોહિતે યુવતીના ફોટો તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી

કવાસ ગામે રહેતી યુવતીએ યુવક સાથે મિત્રતા તોડી નાખતા યુવકે તેને બ્લેકમેલિંગ કરવા સેલ્ફી ફોટો પિતાને મોકલવાની ધમકી આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કવાસ રહેતી 19 વર્ષીય યુવતી એ કોઇક કારણોસર ઇચ્છોપોરમાં રહેતા રોહિતસિંગ કનૈયાસિંગ સાથે મિત્રતા તોડી નાખી હતી. જેના પગલે રોહિતસિંગે યુવતી સાથે પાડેલા ફોટા તેના પિતાને મોકલવાની ધમકી આપી હતી. જેથી ગભરાઇ ગયેલી યુવતીએ ફિનાઇલ પીધા બાદ હાથની નસ કાપી નાખી હતી. યુવતીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. યુવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પણ આરોપી રોહિતે તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી યુવતીની ફરિયાદના આધારે ઇચ્છાપોર પોલીસે આરોપી રોહિતસીંગ કનૈયાસીંગ(જયરાજ સોસા,ઈચ્છાપોરગામ)ની સામે છેડતી અને ધમકીનો ગુનો નોંધ્યો છે.

વધુમાં પોલીસે જણાવ્યું કે, યુવતીએ રોહિત સાથે મિત્રતા તોડી નાખ્યા બાદ તે તેણી ઘરની આસપાસ આંટાફેરા મારી પરેશાન કરતો હતો.યુવતી સાથે લીધેલાં સેલ્ફી ફોટો પણ રોહિતે તેના વોટસએપ સ્ટેટસ પર મુકી દીધા હતા. વર્ષ 2017માં દુર્ગાપૂજા વખતે આરોપી રોહિત જોડે ઓળખાણ થઈ હતી. રોહિતે પોતે હજીરાની કંપનીમાં નોકરી કરતો હોવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...