તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકલતાથી આણ્યો અંત?:સુરતમાં છૂટાછેડા લઈ 4 વર્ષથી એકલાં રહેતાં મહિલા જ્વેલરી ડિઝાઇનરે ઘરમાં ફાંસો ખાધો, મૃતદેહ ત્રણ દિવસ સુધી લટકતો રહ્યો

સુરતએક મહિનો પહેલા
  • લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી
  • આપઘાત કરનારી મહિલા છૂટાછેડા બાદ 4 વર્ષથી એકલી જ રહેતી હતી
  • સ્યુસાઈડ નોટમાં કારણ ન જણાવ્યું પણ ઘરેણા-સામાન પૂર્વ પતિને આપી દેવા હિન્દીમાં લખ્યું

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. 33 વર્ષીય જ્યોતિબેન 4 વર્ષથી એકલાં જ રહેતાં હોવાનું બહાર આવ્યું છે. લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી પાડોશીઓને ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પોલીસ અને ફાયરની મદદથી દરવાજો તોડી પ્રવેશ કરતાં બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યાં હતાં.

પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી.
પોલીસે મહિલાના પૂર્વ પતિને જાણ કરી વધુ તપાસ હાથ ધરી.

દુપટ્ટાને પંખા સાથે બાંધી ફાંસો ખાધો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટનાસ્થળે ગઈ હતી. અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.

મહિલાના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
મહિલાના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાડોશીએ મહિલાનું નામ જ્યોતિબેન ગોપાલદાસ જણાવ્યું હતું. લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ મારતી હતી.

દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરતાં મહિલા પંખા સાથે લટકતી હાલતમાં મળી હતી.
દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરતાં મહિલા પંખા સાથે લટકતી હાલતમાં મળી હતી.

આપઘાત કરનારી મહિલાને કોઈ સંતાન નથી
પોલીસે જણાવ્યું હતું કે જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હોવાનું અને 2017માં છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પતિથી અલગ થયા બાદ જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતાં હતાં. પાડોશીઓનું કહેવું છે કે જ્યોતિબેન નિઃસંતાન હતાં. જ્યોતિબેનના આપઘાતને લઈ તેમના પૂર્વ પતિને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

કોલ ડિટેઈલ્સના આધારે વધુ તપાસ કરાશે
આપધાતનું ચૌકક્સ કારણ હજી જાણવા મળ્યું નથી. આથી પોલીસે તેનો મોબાઇલ કબજે લઈ તેની કોલ ડિટેઇલ્સ આધારે તપાસ કરાવશે. પોલીસે મહિલાના પિતાને જાણ કરી છે. પિતા જયપુરથી આવતીકાલે આવે પછી તેમને ડેડબોડી સોંપાશે.