તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર કોન્સ્ટેબલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરનાર કોન્સ્ટેબલની ફાઈલ તસવીર.
  • છેલ્લા ઘણા સમયથી કોન્સ્ટેબલ બીમારીથી પીડિત હતા

સુરત જિલ્લાના મહુવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કોન્સ્ટેબલ આશિષ ચૌધરીએ આપઘાત કરતા મહુવાના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું અનુમાન
મહુવા પોલીસ મથકમાં આશિષ વિનોદભાઈ ચૌધરી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. કોન્સ્ટેબલ આશિષભાઈએ પુણા ગામના ખેતરમાં આંબાના ઝાડ પર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મહુવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર ના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી આશિષભાઈ બીમારીથી પીડિત હતા. જેથી આ આકરું પગલું ભર્યું હોવાનું અનુમાન છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

સ્ટાફમાં ગમગીનીનો માહોલ છવાયો
આશિષના મૃતદેહનો પોલીસે કબજો લઈ વલવાડા પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલી આપી પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહુવા પોલીસ મથકનો કાફલો વલવાડા પીએમ રૂમ ખાતે પહોંચ્યો છે. પોલીસ મથકમાં ફરજ બજાવતા નવયુવાન આશિષે આત્મહત્યા કરતા સાથી સ્ટાફમાં ગમગીનીનો માહોલ છવાઇ ગયો છે.

સુરતના ઉધના પોલીસના PSIએ આપઘાત કર્યો હતો
સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ ગત 5 ડિસેમ્બરના રોજ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યો હતો. અમિતા જોશીના આપઘાતની દુષ્પ્રેરણાના કેસમાં પતિ સહિત સાસરિયાંના 5 સભ્યો જેલમાં બંધ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો