મેઘતાંડવ:સુરત શહેર અને જિલ્લામાં અડધાથી 5 ઇંચ, મીઠી-ભેદવાડ ખાડી ફરી ઓવરફલો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનો ચાલકો અટવાયા - Divya Bhaskar
વાહનો ચાલકો અટવાયા
  • શહેરમાં 3.3, ઉધનામાં 5 ઇંચ સાથે સિઝનનો કુલ વરસાદ 76 ઇંચ થયો
  • આગામી બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

શહેર-જિલ્લામાં અડધા ઇંચથી લઇ 5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ભેદવાડ અને મીઠીખાડી ફરી એકવાર ઓવરફલો થઇ છે. જેથી ખાડી કિનારેના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાના શરૂ થતાં લોકોની હાલત કફોડી બની છે. જો કે મોડીસાંજે વરસાદનું જોર ઘટતા ખાડીના લેવલમાં સામાન્ય ઘટાડો થયો હતો. મોડીરાતે વરસાદ પડવાની સંભાવનાને લઇ ખાડી નજીકના વિસ્તારોમાં ફાયર સહિત ઇમરજન્સીની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. શહેરમાં 3.3 ઇંચ, જ્યારે ઉધનામાં સૌથી વધુ 5 ઇંચ, કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સિઝનનો વરસાદ 76 ઇંચ વરસાદ થયો છે.

હાલ એમ.પી પર લો પ્રેશર સક્રિય છે
હાલમાં મધ્યપ્રદેશના ઉપર લો પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારબાદ લો પ્રેશર સિસ્ટમ નબળી.

ખાડીના લેવલ વધ્યાં
ખાડીલેવલભયજનક
કાંકરા5.606.50
ભેદવાડ7.006.75
મીઠીખાડી7.707.50
ભાઠેના5.507.70
સીમાડા4.405.50

વાહનો ચાલકો અટવાયા
સહારા દરવાજા જસ માર્કેટ પાસે ખાડાને કારણે નાના ટેમ્પો ફસાઈ સહિય અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરનો વરસાદ
શહેરનો વરસાદઇંચ
સેન્ટ્રલ3.3
વરાછા-એ3.2
વરાછા-બી3.4
રાંદેર2.6
કતારગામ3.5
ઉધના5.0
લિંબાયત3.7
અઠવા4.0
જિલ્લાનો વરસાદ
તાલુકાઇંચ
બારડોલી3.3
બારડોલી3.2
બારડોલી5.0
મહુવા4.0
માંડવી2.5
માંગરોલ3.0
ઓલપાડ0.5
પલસાણા4.0
પલસાણા1.3
1959માં 100 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
વર્ષઇંચ
1959100.45
198896.78
199285.40
201385.40
199483.80
200478.48
200778.00
202075.92

ઉકાઇમાંથી 70 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ
ઉપરવાસમાં વરસાદનું પ્રમાણ વધતાં હથનુર ડેમમાંથી 1.21 લાખ ક્યુસેક છોડાયુ છે. આ પાણી આગામી 24 કલાકમાં ઉકાઇ ડેમમાં આવશે. જેથી ઉકાઇ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ મેઇન્ટેઇન કરવા માટે 70 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. હથનુર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતા ડેડતલાઇ, ટેસ્કા, બૈતુલમાં વધારે વરસાદ વરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...