પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ:મોડી રાત્રે શહેરમાં અડધો ઇંચ વરસાદ, હજુ બે દિવસ હળવા ઝાપટાંની આગાહી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોધમાર વરસાદના પગલે શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા હતાં. - Divya Bhaskar
ધોધમાર વરસાદના પગલે શહેરના રોડ પર પાણી ભરાઈ ગયા હતાં.
  • કતારગામમાં 17 મીમી વરસાદ
  • શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી નોંધાયું

સુરતમાં પ્રિ-માેનસુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. શુક્રવારે મોડીરાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં સરેરાશ અડધો ઇંચ અને જિલ્લામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં સૌથી વધુ 18 મીમી વરસાદ લિંબાયત ઝોનમાં નોંધાયો હતો.

શહેરમાં ધોધમાર વરસાદને લઇ ઠેરઠેર રોડ પર પાણી ભરાઇ ગયા હતા. શનિવારે મળસ્કે 12થી 6 વાગ્યાના સુમારે જ સુરતમાં વરસાદ પડ્યો હતો ત્યારબાદ સવાર પડતા ફરી ઉઘાડ નિકળ્યો હતો. આગામી બે દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહ્યું હતું. શહેરમાં 7 કિ.મીએ પવનો ફૂંકાયા હતાં.

ઉકાઇ ડેમની સ્થિતિ

  • લેવલ : 316.54 ફૂટ
  • ઇનફલો : 0
  • ડિસ્ચાર્જ : 6964 ક્યુસેક
  • કોઝવે : 5.05 મીટર
સેન્ટ્રલમાં 15મીમી, વરાછામાં 9 મીમી
ઝોનમીમી
સેન્ટ્રલ15
વરાછા-એ11
વરાછા-બી9
રાંદેર4
કતારગામ17
ઉધના4
લિંબાયત18
અઠવા8
અન્ય સમાચારો પણ છે...