હાલાકી:ઉધના સ્ટેશન પર બનારસ સુપર ફાસ્ટ માટે 3 કલાક રાહ જોવી પડી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રેક વલસાડ મોકલી આપ્યો, આખરે જૂનો કોચ જોડાયો
  • 14મી LHB રેક​​​​​​​ લાગશે, બ્લોકમાં મેઇન્ટેનન્સ કરાયું છે

બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસના મુસાફરો ઉધના સ્ટેશને 3 કલાક હેરાન થયા હતા. મંગળવારે સવારે 7.25 કલાકે રવાના થનારી 20961 ઉધના-બનારસ સુપરફાસ્ટ એકસપ્રેસ પોતાના નિર્ધારિત સમયથી 3 કલાક મોડી ઉપડી. ટ્રેન મોડી ઉપડતા હેરાન થયેલાં મુસાફરોએ ટ્રવિટ કરીને રેલવે મંત્રીને ફરિયાદ કરી. હકિકતમાં રેલવેની લાપરવાહીના કારણે આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના રેકને વલસાડ મોકલી આપવામાં આવ્યો હતો. જેને આવવામાં મોડું થઇ ગયું.

7 વાગ્યાની ટ્રેનની માહિતી 9 કલાકે અપાઈ
બનારસ સુપરફાસ્ટ સ્પેશયલ ટ્રેન મંગળવારે ઉધનાથી પોતાના નિર્ધારિત સમયે સવારે 7.25 કલાકે ઉપડવાની હતી. ટ્રેનના પ્લેટફોર્મ પર આવવાના અડધા કલાક પૂર્વે જ મુસાફરો ત્યાં આવી પહોંચ્યા હતા. પરંતુ સમય વીતવા લાગ્યો અને ટ્રેન પ્લેટફોર્મ આવી.ત્યાર બાદ સવારે 9.25 કલાકે મુસાફરોને માહિતી આપવામાં આવી કે ટ્રેન સવારે 9:50 કલાકે આવશે અને સવારે 10:25 કલાકે રવાના થશે. હકિકતમાં આ ટ્રેન મેઇન્ટેનન્સ માટે વલસાડ મોકલવામાં આવી હતી. જ્યાંથી આવવામાં તેને મોડું થઇ ગયું.

સુરત- વડોદરા સેક્શન પર બ્લોકથી મેમુ રદ
પ.રેલવેના સુરત-વડોદરા ડિવિઝનના કીમ અને કોસંબા સ્ટેશન વચ્ચે 8 માર્ચે એન્જિનિયિરંગ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. તથા કેટલીક ટ્રેનો રેગ્યુલેટ થશે. ટ્રેનનંબર 09082 ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે. ટ્રેનનંબર 12656 પુરચી થલાઇવર ડો.(ચેન્નાઇ)- અહમદાબાદ સુપરફાસ્ટ એક કલાક 15 મિનિટ રેગ્યુલેટ રહેશે. ટ્રેનનંબર 22717 રાજકોટ-સિંકદરાબાદ સુપરફાસ્ટ 2 કલાક 15 મિનિટ લેટ ચાલશે.

અન્ય સમાચારો પણ છે...