તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સુરતી આઈલેબ ફાઉન્ડેશન દ્વારા હેકાથોન-આઈડિયાથોન યોજાશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

એઆઈસી સુરત આઈલેબ ફાઉન્ડેશને સુરત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ,SMC અને કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઈન્ડિયા(સુરત ચેપ્ટર)ના સહયોગથી સ્વચ્છતા હેકાથોન-2020 અને સ્વચ્છતા આઈડિયાથોન-2020 નું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છતા હેકાથોનમાં સુરતની સ્વચ્છતા માટે સ્માર્ટ સોલ્યુશન આપવાનું રહેશે. અને સ્વચ્છતા આઈડિયાથોન માટે સુરતની સ્વચ્છતા માટેનો મોટો અને શ્રેષ્ઠ આઈડિયા આપવાનો રહેશે.

સ્વચ્છતા હેકાથોન અને આઈડિયાથોન માટે ચાર કેટેગરી રહેશે. આરોગ્ય, સેનિટાઈઝેશન, ડ્રેનેજ અને પર્યાવરણ. આ કેટેગરી માટે આઈડિયા અને સોલ્યુશન આપવાનું રહેશે. સ્વચ્છતા આઈડિયોથોનમાં 2 લાખ સુધીના ઈનામો મળશે તેમજ હેકાથોનમાં 1 લાખ સુધીના ઈનામો અને 10 લાખ સુધીની સર્વિસીસ આપવામાં આવશે. બંને માટે એન્ટ્રી સબમિટ કરાવવાની અંતિમ તારીખ 30 ડિસેમ્બર રહેશે. 30 ડિસેમ્બર સાંજે 5 વાગ્યે સુધી એન્ટ્રી સબમિટ કરી શકાશે. વધુ જાણકારી મેળવવા માટે વેબસાઈટ www.suratiilab.org પર વિઝિટ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો