તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂજા-પાઠ:12મીથી ગુપ્ત નોરતા શરૂ, મહા મહિનાની અમાસે પિતૃ તર્પણ થશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિનામાં શ્રીકૃષ્ણ, દેવી દુર્ગા અને સરસ્વતીજીની પૂજા કરવી

પોષ મહિનામાં ખાસ માનવામાં આવતી મૌની અમાસ 11 ફેબ્રુઆરીએ છે અને 12 તારીખથી ગુપ્ત નોરતા શરૂ થશે. ખાસ વાત એ છે કે, સુદ પક્ષના દિવસો 15ની જગ્યાએ 16 દિવસના રહેશે. જ્યારે ગુપ્ત નવરાત્રિ આ વખતે 9ની જગ્યાએ દસ દિવસની રહેશે.

જ્યોતિષીઓ પ્રમાણે સુદ પક્ષ અને ગુપ્ત નવરાત્રિમાં એક-એક દિવસ વધારે હોવું શુભ સંયોગ છે, જે મંગળકારી રહેશે. આ યોગમાં કરવામાં આવતી પૂજા, દાન-પુણ્ય અને ખરીદારી વિશેષ ફળદાયી અને સમૃદ્ધિકારક રહેશે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના પ્રમાણે, પોષ મહિનાની મૌની અમાસ 11 ફેબ્રુઆરીએ સૂર્યોદય સાથે શરૂ થશે.

આ દિવસે મનુ ઋષિનો જન્મ દિવસ પણ ઉજવાશે. ઋષિઓ અને પિતૃઓને નિમિત્ત કરવામાં આવતી પૂજા, જલાર્પણ અને દાન કરવા માટે આ દિવસ ઉત્તમ ફળદાયી હોય છે. આ દિવસોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે.

અમૃત સિદ્ધિ-પુષ્ય નક્ષત્રનો સંયોગ
ગુપ્ત નવરાત્રિ દરમિયાન 16, 20 અને 25 ફેબ્રુઆરીએ અમૃત સિદ્ધિ યોગ અને 24-25 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્રનો સંયોગ રહેશે જેમાં ઘરેણાં, વાહન, જમીન અને ભવનની ખરીદી અને વેચાણ ફાયદાકારક રહેશે.

વ્રતની વિધિ : 12 ફેબથી મંદિરમાં વિશેષ આરાધના કરવી. મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ 12થી 21 ફેબ્રુ. સુધી રહેશે. આ નવરાત્રિમાં દેવી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરાશે.માતા દુર્ગાના અનેક ભક્ત નવ દિવસ ઉપવાસ રાખીને સપ્તશતી અને ચાલીસાનો પાઠ કરી સાધનાઓ કરશે. આ નવરાત્રિ શક્તિની પૂજા માટે ખાસ મનાય છે. વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ પ્રકટ અને મહા અને અષાઢમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો