સુરતમાં બમરોલી હરીઓમ-1 ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીના એક ખાતામાં ઘૂસી હિન્દીભાષી અજાણ્યા ઇસમે બંદૂકની અણીએ 53 હજાર રોકડ રૂપિયા, મોબાઈલ અને બાઇકની લૂંટ ચલાવતા પાંડેસરા પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. 24 કલાકથી ફરિયાદીને સાથે રાખીને તપાસ કરતી પોલીસને હજી સુધી જોઈ લૂંટારુંનું કોઈ પગેરું ન મળ્યું હોવાનું સામે આવ્યું છે. લૂંટારૂ લૂંટ કરવા આવતો પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. ખાતેદાર વિપુલભાઈએ જણાવ્યું હતું કે રોકડ રકમ કારીગરોના પગાર માટે લાવ્યો હતો. સંચા ખાતું ચાલુ કરીને જ 6 મહિના થયા છે.
કંઈ સૂઝે એ પહેલાં ખિસ્સામાંથી બંદૂક કાઢી
વિપુલભાઈ અમૃતભાઈ પટેલ (રહે પ્લોટ નં.40 આશિર્વાદ સોસાયટી, બમરોલી) એ જણાવ્યું હતું કે બમરોલી હરિઓમ-1માં સંચા ખાતું આવ્યું છે. ખાતું ચાલુ કરીને છ મહિના જ થયા છે. રવિવારની રજા બાદ સોમવારે કારીગરોના પગારની રોકડ લઈ ખાતાએ ગયો હતો. લગભગ સાંજનો સમય હતો. એક ઈસમ હિન્દીભાષામાં વાત કરતો કરતો તેમના કેબિનમાં આવી ગયો હતો. કંઈ સૂઝે એ પહેલાં ખિસ્સામાંથી બંદૂક કાઢી ટેબલના ખાનામાંથી 53 હજાર રોકડ રૂપિયા, મારું પર્સ જેમાં 4 હજાર રોકડ હતા, એક મોબાઈલ અને ખાતા બહારથી બાઇક હીરો પેશન મોટરસાઈકલ (GJ-05-E-3893) લઈ ભાગી ગયો હતો.
લૂંટારૂએ બ્લ્યુ કલરનું જેકેટ અને પેન્ટ પહેર્યું હતું
વધુમાં જણાવ્યું હતું કે, હિન્દીભાષી લૂંટારૂએ શરીરે બ્લ્યુ કલરનું જેકેટ અને પેન્ટ તથા જેકેટ નીચે સફેદ કલરનું શર્ટ પહેર્યું હતું. મોઢે આર્મી કલરનું માસ્ક પહેર્યું હતું. આ બાબતે તેમને તત્કાલિક પોલોસને જાણ કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે પોલીસે તત્કાલિક નાકા બંધી કરી લૂંટારું ને ઝડપી પાડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ઘટના ને 24 કલાક પુરા થઈ ગયા બાદ પણ લૂંટારૂ ની કોઈ ઓળખ સામે લાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે.
લૂંટારુએ બ્લ્યુ કલરનું જેકેટ - પેન્ટ પહેર્યું હતું
લૂંટારૂ હિન્દીમાં બોલતો હતો અને તેણએ બ્લ્યુ કલરનું જેકેટ અને પેન્ટ તથા જેકેટ નીચે સફેદ કલરનું શર્ટ પહેર્યું હતું. મોઢે આર્મી કલરનું માસ્ક પહેર્યું હતું. પોલીસે તત્કાલિક નાકા બંધી કરી લૂંટારું ને ઝડપી પાડવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.