તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગુજસીટોક, ટામેટા ગેંગના વધુ બે ઝડપાયા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીને લખનઉ જેલથી લવાયો

ગુજસીટોકના કાયદા હેઠળના ગુનામાં માથાભારે આસીફ ટામેટાની ગેંગમાં વધુ 2 ની ધરપકડ કરાઈ છે. હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યામાં આરોપી યુસુફખાન ઈશરતખાન પઠાણ(25) લખનઉની જેલમાંથી ટ્રાન્સફંર વોરંટથી લવાયો હતો. જયારે મોહંમદ શોએબ ઉર્ફે શોએબ સીટી મોહંમદ મનીયાર(24) લિંબાયતમાં હત્યાના ગુનામાં લાજપોર જેલમાં હતો. બન્ને આસીફ ટામેટાની ગેંગના સાગરિતો હતા.

બન્ને આરોપીઓને ડીસીબીએ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા હતા. અગાઉ ટામેટા ગેંગના 12ની ધરપકડ કરી હતી. હજુ 2 સાગરીતો ભાગતા ફરે છે. સૂત્રધાર મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદ એન્ડ ટોળકીની સામે સુરત સહિત દેશભરમાં સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...