કાર્યવાહી:ડિંડોલીના મનિયા ડુક્કર સહિત16 સામે ગુજસીટોકનો ગુનો દાખલ,6ની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હત્યા, ખંડણી, લૂંટ, મારામારી સહિતના ગુના આચરી આતંક મચાવ્યો હતો
  • ચાર ગેંગના સૂત્રધારો સહિત 16 આરોપી વિરૂધ્ધ 58 ગુના દાખલ થયા હતા

ડિંડોલીના માથાભારે મનિયા ડુક્કર, પ્રવિણ ઉર્ફે આંબા, કેલીયો ઉર્ફે કૈલાશ અને દયાવાન ઉર્ફે બંટીની ગેંગના 16 બદમાશો સામે ડિંડોલી પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી 6ની ધરપકડ પણ કરી લીધી છે. જયારે 7 આરોપી લાજપોર જેલમાં છે. હજુ 3 આરોપીઓ ભાગતા ફરે છે. જેમાં એક સૂત્રધાર કૈલાશ ઉર્ફે કેલીયો છે. અત્યાર સુધીમાં સુરત પોલીસે 6 ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ચારેય ગેંગના સાગરિતોનો ડિંડોલી તેમજ આજુબાજુના વિસ્તારોમાં આતંક વધી ગયો હતો.

આ ગેંગે નિર્દોષ લોકો પર ચપ્પુથી હુમલો, લૂંટ, મારામારી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓ આચર્યા છે. છેલ્લા એક મહિનામાં આ ગેંગના સાગરિતોએ જેલમાંથી છુટીને દરજી પાસેથી 10 હજારની ખંડણી માંગી હતી. ચાર ગેંગના સૂત્રધારો સહિત 16 આરોપીઓ સામે 58 ગુના શહેર પોલીસમાં નોંધાયેલા છે. પાસા અને તડીપાર સુધીની પણ ગેંગસ્ટરો સામે પોલીસે અગાઉ કાર્યવાહી કરેલી છે. એકાદ વર્ષ પહેલા માથાભારે મનિયા ડુક્કરે ડુમસ રોડના મગદલ્લા પાસે નિર્દોષ યુવકની હત્યા કરી હતી ઉપરાંત અગાઉ ફાયરિંગ પણ કર્યુ હતું.

આ આરોપીઓની ધરપકડ કરાઈ
નીતીન ઉર્ફે રાજ ઉર્ફે વાલ્મીક સુરેશ પાટીલ, કોમલસીંગ ઉર્ફે મામા દિલીપસીંગ ગીરાશે, પિન્ટુ ઉર્ફે મિથુન અમદાવાદી રમેશ નંદુરબારે, સંતોષ ઉર્ફે સંતોષ લંગડો નાના પાટીલ, નરેન્દ્ર ઉર્ફે નરેન્દ્ર કબૂતર સખારામ પાટીલ, અર્જુન વિરન પાસવાન

7 લાજપોર જેલમાં છે
પ્રવિણ ઉર્ફે આંબા આધાર કોળી, દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ, સાગર ઉર્ફે નીતીન ઉર્ફે મનોજ ડુક્કર સંતોષ સોનવણે, અજય ગુલાબ ખરે {સાગર આધાર કોળી, ગણેશ બાબુલાલ કોળી, રૂપેશ શાલીક
ભૂડો મરાઠે

હજુ 3 માથાભારે પકડાયા નથી
કૈલાશ ઉર્ફે કેલીયો આધારભાઈ પાટીલ, રાહુલ ઉર્ફે બેંડીયા સુનિલભાઈ મહાજન, શુભમ મધુકરભાઈ પાટીલ(તમામ રહે.સુરત)

અન્ય સમાચારો પણ છે...