તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂઝિવ:નાટક-ફિલ્મ જોઈ શકાય તેવું ગુજરાતનું પ્રથમ થિયેટર સુરતમાં તૈયાર થશે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરતના કલાકારોને મળશે નવું આર્ટ સેન્ટર, ઓડિટોરીયમમાં ફેરવવાનો ખર્ચ આશરે 30 થી 35 લાખ રૂ. થશે

સુરતને મળશે નવું ઓડિટોરિયમ. શહેરના વેસુ-મગદલ્લા રોડ ખાતે આવેલ એક સિનેમા હોલમાં આર્ટીસ્ટો માટે તૈયાર થવા જઈ રહ્યું છે નવું આર્ટ સેન્ટર જે કહેવાશે સિનેટોરીયમ. જે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું પ્રથમ ઓડિટોરિયમ રહેશે. લાઈવ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. થિયેટરને ઓડિટોરીયમમાં ફેરવવાનો ખર્ચ આશરે 30 થી 35 લાખ રૂ. થશે. જેમાં સુરતના નાટકના કલાકારો હવે નાટક પણ ભજવી શકશે તેમજ સુરતીઓ ફિલ્મો સાથે નાટકનો આનંદ માણી શકશે. 28 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ પર વાંચો સિટી ભાસ્કરનો સ્પેશિયલ રિપોર્ટ..

ગુજરાત રાજય સંગીત અકાદમી, ગાંધીનગર દ્વારા દર વર્ષે સાસ્કૃતિક વારસાની જાળવણી માટે એક સ્કિમ આપવામાં આવે છે. જેમાં સુરતના પાંચ નાટકો પસંદ થયા હતા. સ્કીમ પ્રમાણે નાટકના શો માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જે શો પ્રેરક્ષોને વિનામૂલ્યે બતાવવામાં આવે છે. જે અંતર્ગત કોવિડ ગાઈડલાઈન પ્રમાણે સિનેમાહોલમાં હાલમાં નાટકના શો ની ટ્રાયલ કરવામાં આવી હતી.

નાટક સાથે વિવિધ લાઈવ પ્રવૃત્તિઓ થશે
ઓડિટોરીયમ : સિનેમા હોલની એક સ્ક્રીનને ઓડિટોરીયમમાં ફેરવવામાં આવશે. જે 750 સીટની કેપેસિટી ધરાવતો હોલ છે. નાટક માટે અલગથી પડદો લગાવવામાં આવશે. અને એવો પડદો મુકવામાં આવશે જે ફિલ્ના સમયે દર્શકોને નડશે નહિ અને ફરીથી નાટકના સમયે ફેરવી પણ શકાય. સામાન્ય રીતે નાટક માટે 40 ફૂટનો સ્ટેજ હોય છે. જેના બદલે આ હોલમાં 56 ફૂટનો છે. તેથી તેના માટે સ્પેશિયલ એવી વીંગ્સ તૈયાર કરવામાં આવશે જેનાથી સ્ટેજ કવર થઈ જાય.​​​​​​​​​​​

અન્ય સુવિધાઓ : કલાકારોને અલગથી બે ગ્રીન રૂમ અને એક આયનીંગ રૂમ મળશે. આ હોલમાં 750 સીટો રહેશે. સિનેમા હોલની જેમ આ ઓડિટોરીયમમાં પ્રેક્ષકોને પુશબેક સીટ મળશે. સિનેમા હોલની જેમ આ ઓડિટોરીયને કેન્ટિન મળશે. અને પ્રેક્ષકો ઓડિટોરીયમમાં ફુડ લઈ જઈ શકશે. તેમજ આ ઓડિટોરીયયમાં નાટકો સાથે દરેક પ્રકારની લાઈવ પ્રવૃત્તિઓ કરી શકાશે.

લાઈટ&સાઉન્ડ સિસ્ટમ : નાટક માટે સ્ટેજ પાસે અલગથી સાઉન્ડ સીસ્ટમ તૈયાર કરવામાં આવશે. સાઉન્ડ માટે ઓપરેટીંગ એરિયા તૈયાર કરાશે. સામાન્ય રીતે દરેક ઓડિટોરીયમમાં હેગીંગ માઈકનો ઉપયોગ કરાય છે જેના દ્વારા દર્શકો સુધી અવાજ પહોંચાડે છે. આ હોલમાં ફુટ માઈક અને કોલર માઈકનો ઉપયોગ કરવામાં આવશે. નાટકમાં કલાકારોની લાગણી દર્શાવવા માટે વિવિધ રંગોની યોગ્ય લાઈટ મુકવામાં આવશે.

કલાકારને સ્ટેજ આપવા માટે પહેલ
- નાટકના જાણીતા કલાકાર સંજય ગોરાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, તેમાં જણાવ્યું હતું કે કોરોના પછી હું ગાંધીસ્મૃતિમાં નાટક ભજવી શકીશ નહિં તેનો ઘણો અફસોસ છે. એ પોસ્ટ વાંચી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. - મિત્તલ ચોક્સી

​​​​​​​- અમે દર વખતે શહેર માટે કંઈક નવું કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. આ વખતે શહેરીજનોને લાઈવ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ પહેલ કરી. જેનાથી કલાકારોને પણ ફાયદો થશે. અને દર્શકો ફિલ્મ સાથે નાટકનો પણ આનંદ માણી શકશે. -હર્ષિલ દેલીવાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો