મજબૂરી / અબુધાબીમાં ફસાયેલા ગુજરાતીઓ ખાલી ખીસ્સે રાહત કેમ્પમાં દિવસો પસાર કરે છે, વતન લાવવા સરકાર પાસે મદદ માંગી

અબુધાબીમાં ફસાયેલા ગુજરાતીઓએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
X

  • વતન લાવવા આયોજન કરવામાં આવે તેવી માંગ કરાઈ
  • ફસાયેલા લોકોએ વીડિયો મારફતે સરકારને વિનવણી કરી

આશિષ મોદી

આશિષ મોદી

May 23, 2020, 01:44 PM IST

સુરત. સાહેબ મજબુત નહિ, અમે તો મજબૂર છીએ. સ્વદેશમાં રોજગારી નથી એટલે વિદેશમાં રોજગારી માટે આવીએ છીએ, આ માહામારીમાં બે મહિનાથી ફસાયા છીએ, કોઈ ધ્યાન નથી આપતું, એમ્બેસીમાંથી પણ સંતોષ કરાક જવાબ મળતો નથી. હાલ અહીંયા બેરોજગાર બની ખાલી ખીસ્સે રાહત કેમ્પમાં દિવસ કાઢી રહ્યા છીએ. અમારા જેવા દક્ષિણ ગુજરાતના 150ની સાથે 1000થી વધુ ગુજરાતીઓ અબુ ધાબીમાં ફસાયા છે. અમને વતન પરત લાવવા કોઈ આયોજન કરો નહિતર અમારે અહીંયા જ સમાધિ લેવી પડે એવા દિવસો આવી ગયા છે. અબુધાબીથી સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી સરકાર પાસે મદદ માંગી છે. આ તરફ સુરત-નવસારીના પરિમલભાઈ દેસાઇનો પ્રધાન મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યોને ખુલ્લો પત્ર લખી વિદેશમાં નોકરી કરતા ગુજરાતીઓની આપવીતીથી વાકેફ કરાવ્યા છે.  

લોકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે

પરિમલ દેસાઈએ જણાવ્યું હતું કે, ઘણા લોકો એવા છે જેઓની નોકરી પણ છૂટી ગઈ છે. લગભગ તમામ ગુજરાતીઓ બેરીજગાર છે. જે નોકરી કરવા મજબૂર છે એમને છેલ્લા બે મહિનાનો પગાર પણ મળ્યો નથી. વિઝા પુરા થઈ ગયા હોવાથી ઘણા લોકોના ફોન પણ બંધ થઈ ગયા છે. પરિવાર સાથેનો સંપર્કનો છેલ્લો રસ્તો પણ બંધ થઈ જતા માનસિક તણાવમાં જીવી રહ્યા છે. અહીં એમ્બેસીમાં રજુઆત પણ કરી છે. પરંતુ તેઓનો એક જ કોમન જવાબ હોય છે કે, ભારતથી કોઈ જવાબ આવે તો અમે કંઈક કરી શકીએ. અમારા તમામ લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે.  જેના અમે અહીં ફસાયેલા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. કેટલાક લોકો અહીં વિઝીટર વિઝા પર આવ્યા છે. હવે અમે સરકાર પાસે એટલી જ આશા રાખીએ કે તેઓ અમને પરત લાવવા માટે કોઈ રસ્તો કાઢે.

ઝડપથી પરત લાવવાની માંગ કરાઈ

વડાપ્રધાન, વિદેશ પ્રધાનથી લઈ સાંસદ-ધારાસભ્યોને અનેક પત્ર લખ્યા પણ હજી કોઈ મદદ મળી નથી. પોતાની બચતના ખર્ચે સસ્તી હોટેલમાં રૂમ લઈ જીવી રહ્યા છે. સરકારની સૂચિત વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ કોઈ સહકાર મળ્યો નથી. અમારા તમામની એક જ અપીલ છે વંદે ભારત મિશન હેઠળ આબુધાબી ફલાઇટ મોકલી અમને ગુજરાત પરત લાવો, સાહેબ અમારી વેદના સમજો નહિતર અહીંયા લોકો આપઘાતના વિચાર વ્યક્ત કરતા જોઈ ઘણું દુઃખ થાય છે. વિદેશમાં ફસાયેલા તમામ યુવાનો પોતાના પરિવારનો આધાર છે જો આધાર છીનવાઈ જશે તો એમના પરિવારનું ભરણ પોષણ કોણ કરશે તેમ પરિમલ દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી