ભાસ્કર વિશેષ:ગુજરાતી, હોલીવૂડ ફિલ્મ સાથે આજથી 3 મલ્ટીપ્લેક્સ શરૂ, ટિકિટનો ભાવ રૂપિયા 90થી 220 સુધીનો રખાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 પૈકીના 12 મલ્ટીપ્લેક્સ 5 ઓગસ્ટ પછીથી ખુલશે, બેઠક ક્ષમતા 60ટકા
  • નાસ્તો નહ લઈ જઈ શકાય, કેન્ટીનમાંથી ખરીદવો પડશે, છેલ્લો શો 6 વાગ્યાનો રહેશે

30મી જૂલાઈને શુક્રવારથી શહેરના વધુ 3 થિએટરો ફિલ્મ બતાવવાનું શરૂ કરશે. થોડા દિવસથી વરાછા વિસ્તારમાં આવેલી ફ્રાઈડે મલ્ટીપ્લેક્સ ખુલ્લુ હતું પરંતુ શુક્રવારથી આઈનોક્સ, સિને પોલીસ અને સિને મેક્સ થિએટરો ખુલી રહ્યા છે.

થિએટરો દ્વારા સવારથી જ અલગ અલગ શો રાખવામાં આવ્યા છે. જેમાં એક હોલીવુડ મુવી શુક્રવારથી રિલિઝ થશે તેની સાથે જુની ફિલ્મો બતાવાશે. 60 ટકા સિટિંગ કેપિસિટી રહેશે. જેમાં ફેમિલી સાથે પણ બેસી શકાશે. જ્યારે થિએટરની કેન્ટિનમાંથી નાસ્તો સ્ક્રિનમાં પણ લઈ જવા દેવામાં આવશે.

આજથી આ થિએટરો શરૂ થશે
આઈનોક્સ, રિલાયન્સ મોલ, ઉધના ત્રણ દરવાજા, સિને પોલીસ, સ્ટાર બજાર મોલ, અડાજણ, સિને મેક્સ, સેન્ટ્રલ મોલ, પિપલોદ

5મી પછી આ થિએટરો શરૂ થશે
પીવીઆર, રાજહંસ, સિટી પ્લસ, વેલેન્ટાઈન

ટિકિટના દર
આઈનોક્સ, સિનેપોલીસ અને સિને મેક્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના દર રૂ.90 થી 220 સુધી નક્કી કરાયા છે. દરેક શોની ટિકિટના દર અલગ અલગ નક્કી કરાયા છે.

નાસ્તાને નો એન્ટ્રી
કોરોનાકાળ બાદ પણ થિએટર સંચાલકોએ બહારની વાનગી લઈ જવા મંજૂરી આપી ન હતી.મલ્ટીપ્લેક્સોની કેન્ટિન અંદર જે વસ્તુ મળે છે તે અંદર લઈ જઈ શકાશે.

5મી ઓગસ્ટ પછી શરૂ કરવાનું આયોજન
‘ફિલ્મો હજી આવી રહી નથી એટલા માટે હજી અમે મલ્ટીપ્લેક્સો શરૂ કર્યા નથી. શહેરમાં અન્ય થિએટરો શરૂ થઈ રહ્યા છે એટલા માટે 5મી ઓગસ્ટથી અમે અમારા થીએટરો શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. > સંજય મોવલિયા, રાજહંસ સિનેમાના ઓનર

અન્ય સમાચારો પણ છે...