વરણી:25 વર્ષ બાદ IT ઇન્વેસ્ટિગેશન વિંગના કમિશનરપદે ગુજરાતી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઇટીના જોઈન્ટ કમિશનરપદે કેયૂર પટેલે ચાર્જ લીધો
  • રત્નકલા​​​​​​​ ડાયમંડ પરની સર્ચની કામગીરી આગળ ધપાવશે

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગમાં જોઇન્ટ કમિશનર કેયુર પટેલે ચાર્જ લઇ લીધો હતો. અંદાજે 25 વર્ષના ગાળા બાદ કોઇ ગુજરાતી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અગાઉના એડિશનલ કમિશનર તરીકે અનીલ ભારદ્વાર જે રત્નકલા ડાયમંડ પર કરેલાં સર્ચ ઓપરેશનમાં મોટી કામયાબી મળી હતી.

આ સર્ચની આગળની કામગીરી હવે કેયુર પટેલ કરશે. આ સર્ચ તાજેતરમાં જ બહુ ચર્ચામાં રહ્યું હતું, જેમાં હવે ગુજરાતી અધિકારી કામગીરી આગળ ધપાવશે. નોંધનીય છે કે રત્નકલા ડાયમંડ પર હાથ ધરાયેલાં સરવેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા ઢગલાબંધ ડોક્યુમેન્ટ અને બેનંબરના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ જપ્ત કરવામા આવ્યા હતા. જેમાં રૂપિયા 500 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. ખાસ કરીને રફ ડાયમંડના બે નંબરના વેચાણ અને મોટી સાઇઝના ડાયમંડના સ્ક્પેના રૂપિયા 90 કરોડના હિસાબો મુખ્ય હતા. નોંધનીય છે કે કેયુર પટેલની આણંદથી સુરત આવ્યા છે.

વિંગમાં હવે સી.એ. દેખાશે કે કેમ તેની ચર્ચા
છેલ્લાં લાંબા સમયથી ઓનલાઇન એસેસમેન્ટના કારણે સી.એ. હવે આઇટી કચેરીમાં દેખાતા નથી. વિંગમાં પણ આ જ સ્થિતિ છે. અલબત્ત, એક ચર્ચા એ ઉઠી હતી કે વિંગના દરોડા બાદ સમગ્ર કેસ એક જ સી.એ.ને વચમાં નાંખીને આગળની કાર્યવાહી કરાવવામાં આવે છે. હવે કેયુર પટેલના આવ્યા બાદ આ સ્થિતિ રહેશે કે કેમ એ જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...