તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતના રાજ્ય યોગ બોર્ડના સંયુકત ઉપક્રમે નાગરિકોને આજથી એક મહિના માટે યોગ ટ્રેઇનર બનાવવાની તાલીમની શરૂઆત થઇ છે. આ અભિયાન અંતર્ગત નાગરિકોને એક મહિનાની તાલીમ આપવામાં આવશે. સવારે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાક સુધીના સમયગાળા દરમ્યાન નાગરિકોને યોગ ટ્રેઇનર માટેની તાલીમ આપવામાં આવશે. ટ્રેઈનીંગ સમાપ્ત થયા બાદ નાગરિકોને યોગ ટ્રેઈનર તરીકેનું સર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવશે.
આઠ સ્થળોએ અભિયાન આદરાયું
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતનો કોઈપણ નાગરિક આત્મનિર્ભર થઇ શકે તે હેતુથી તેમજ ભારતની પ્રાચીન સંસ્કૃતિ મુજબ લોકો યોગ તરફ આકર્ષિત થાય અને સ્વસ્થ જીવન જીવે તે માટે આજથી શહેરના આઠ જેટલા સ્થળોએ યોગ ટ્રેઈનર બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ટ્રેઈનરને 3 હજાર માનવ વેતન મળશે
કોચ કીર્તી ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન અંતર્ગત જે નાગરિક 30 દિવસની તાલીમ પૂર્ણ કરશે તેને ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ ટ્રેઇનર તરીકેનું સર્ટીફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ યોગ ટ્રેઇનર પોતાના ઘર નજીકના કોઈપણ સ્થળ જેવા કે બિલ્ડીંગ, ટેરેસ, ગાર્ડન કે સોસાયટીમાં દરરોજ એક કલાક માટે યોગ ક્લાસ ચલાવી શકશે. નાગરિકોને યોગાની તાલીમ આપનાર યોગ ટ્રેઈનરને રાજ્ય યોગ બોર્ડ તરફથી માનદ્દ વેતન પેટે રૂપિયા ૩ હજાર મળશે.
અનુભવીઓ દ્વારા ટ્રેઈનિંગ અપાય છે
યોગ ટ્રેઇનર વધુમાં વધુ બે ક્લાસ લઇ શકશે. આવી રીતે એક યોગ ટ્રેઇનર મહિને રૂપિયા 6 હજાર માનદ્ વેતન મેળવી આત્મનિર્ભર બની શકશે. ગુજરાતના રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિયુકત કરાયેલા પાંચ જેટલા યોગ કોચ અને અનુભવી શિક્ષકો દ્વારા નીચે મુજબના આઠ સ્થળોએ યોગ ટ્રેઇનર બનાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.